
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિર્ણયથી પલટી મારી તેને કારણે દુનિયાભરના શેરબજારો તેજીથી ઝુમી ઉઠ્યા છે. 3 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પે બધા દેશો પર રેસિપ્રોકોલ ટેક્સ નાંખ્યો હતો જેને કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારો કડડભૂસ થઇ ગયા હતા. દુનિયાભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. એ પછી ટ્રમ્પે ગઇ કાલે જાહેરાત કરી કે ચીન સિવાયના બાકીના બધા દેશો પર રેસિપ્રોકોલ ટેક્સ 90 દિવસ માટે મુલતવી રહેશે.
આ સમાચારને કારણે અમેરિકા, જાપાન, કોરિયા, તાઇવાન સહિતના શેરબજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો. અમેરિકાનો નાસ્ડેક 12 ટકા વધી ગયો હતો. જો કે ગુરુવારે, 10 એપ્રિલે મહાવીર જયંતિને કારણે ભારતના શેરબજારો બંધ હતા. પરંતુ જાણકારોના કહેવા મુજબ જ્યારે શુક્રવારે BSE- NSE ખુલશે ત્યારે તેજીની શક્યતા છે.