

અમદાવાદમાં વક્ફ બોર્ડ સંચાલિત જમાતપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાડે આપેલી જમીન પર સલીમખાન પઠાણે ગેરકાયદે જમીન પર કબ્જો કરીને દુકાનો અને ફલેટ તાણી દીધા હતા અને ગેરકાયદે ભાડાની આવક વસુલતો હતો.
ફરિયાદને આધારે EDએ અમદાવાદમાં 10 જગ્યાએ દરોડા પાડ્યા છે.
દાણી લીમડાના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેઝાદખાનના કાકાને ત્યા પંણ EDએ દરોડા પાડ્યા છે.
વક્ફ બોર્ડે AMCને સ્કુલ ચલાવવા માટે જગ્યા આપી હતી, સ્કુલ બની હતી, પરંતુ જર્જરિત થઇ ગઇ હતી એ જગ્યા પર સલીમ ખાને ગેરકાયદે કબ્જો કરી લીધો હતો.સલીમ ખાન સહિત 5 લોકો 100 મકાનોના મકાન દીઠ દર મહિને 7થી 8 હજાર રૂપિયા ભાડું વસુલતા હતા અને કરોડો રૂપિયા ભેગા કરી લીધા હતા.