PNB કૌભાંડમાં CBIએ દાખલ કરી નવી ચાર્જશીટ, નીરવ મોદીની બહેન પૂર્વી મહેતા પણ આરોપી

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
PNB કૌભાંડમાં CBIએ દાખલ કરી નવી ચાર્જશીટ, નીરવ મોદીની બહેન પૂર્વી મહેતા પણ આરોપી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં એક નવી ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં મુખ્ય આરોપી નીરવ મોદીની બહેન પૂર્વી મહેતાને પણ આરોપી બનાવવામાં આવી છે.  આ ચાર્જશીટ સીબીઆઈના વિશેષ સરકારી વકીલ એ.  લિમોઝિનને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં પૂર્વી મહેતા ઉપરાંત ફાયરસ્ટાર ગ્રુપ ઓફ કંપનીઝના અધિકારી આદિત્ય નાણાવટીને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. 

PNB-Scam1

પૂર્વી મહેતા, બેલ્જિયમની નાગરિક

 પૂર્વી મહેતા બેલ્જિયમની નાગરિક છે, તેના પર આરોપ છે તે તેને PNB પાસેથી લેવામાં આવેલા નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LoU) દ્વારા મળેલા પૈસાનો ફાયદો ઉઠાવ્યો છે.  જો કે તેના પતિ મયંક મહેતા બ્રિટિશ નાગરિક છે, તેમને આ કેસમાં આરોપી નથી બનાવવામાં આવ્યા.

 નોંધનીય છે કે પૂર્વી અને મયંક મહેતાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા મની લોન્ડરિંગ કેસમાં અગાઉ આરોપી બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ આ કેસમાં સરકારી સાક્ષી બન્યા છે.

PNB-Scam

નીરવ મોદી અને મેહુલ ચોક્સી મુખ્ય આરોપી

 નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી આ કૌભાંડમાં મુખ્ય આરોપી છે.  તેના પર PNB બેંકમાંથી લેટર ઓફ અન્ડરટેકિંગ અને ફોરેન લેટર ઓફ ક્રેડિટ (FLC)દ્વારા  13,000 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આ છેતરપિંડી બેંકની મુંબઈમાં બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓને લાંચ આપીને કરવામાં આવી હતી.

મેહુલ ચોક્સી 2018માં ભારતમાંથી ફરાર થયા બાદ એન્ટિગુઆમાં રહેતો હતો, પરંતુ તાજેતરમાં સમાચાર આવ્યા છે કે તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં રહે છે.

તો નીરવ મોદી છેલ્લા છ વર્ષથી લંડનની જેલમાં બંધ છે અને ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસો કરી રહી છે.

Leave a Reply

error: Content is protected !!