લાલૂની ઇફ્તાર પાર્ટી એકલા એકલા! ન કોંગ્રેસી પહોંચ્યા અને ન મુકેશ સહની, મહાગઠબંધનમાં બધું બરાબર તો છે ને?

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
લાલૂની ઇફ્તાર પાર્ટી એકલા એકલા! ન કોંગ્રેસી પહોંચ્યા અને ન મુકેશ સહની, મહાગઠબંધનમાં બધું બરાબર તો છે ને?

ચૂંટણી રાજ્ય બિહારમાં નેતાઓની દરેક ગતિવિધિ ચર્ચાના કેન્દ્રમાં છે. રમઝાનના અવસર પર આ દિવસોમાં ત્યાં ઇફ્તાર પાર્ટીઓનો દૌર છે. નીતિશ કુમાર, લાલૂ યાદવથી લઇને ચિરાગ પાસવાન સુધી દરેક ઇફ્તાર આપી રહ્યા છે. પરંતુ સોમવારે ગજબ થઇ ગયું, જ્યારે લાલૂ યાદવની ઇફ્તાર પાર્ટીમાંથી કોંગ્રેસના મોટા નેતાઓ ગાયબ રહ્યા. એટલું જ નહીં મુકેશ સહની પણ ન જોવા મળ્યા. તેનાથી સવાલ ઉભા થઇ રહ્યા છે કે મહાગઠબંધનમાં બધું બરાબર તો છે ને?

લાલૂ યાદવે પટનામાં ઇફ્તાર પાર્ટી આપી હતી. આ દાવતમાં અનેક મુસ્લિમ સંગઠનોના પ્રતિનિધિઓએ ઇફ્તારમાં પહોંચ્યા હતા, પરંતુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કે બિહારના પ્રભારી પહોંચ્યા નહોતા. કોંગ્રેસનો કોઇ મોટો ચહેરો ઇફ્તારમાં સામેલ થયો નહોતો. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતિમા દાસ માત્ર ઇફ્તારમાં જોવા મળ્યા હતા. તો, RJDના મુખ્ય સમર્થક મુકેશ સહનીએ પણ લાલૂની ઇફ્તારમાં પહોંચ્યા નહોતા.

lalu

જ્યારે આ અંગે RJD નેતાઓને પૂછવામાં આવ્યું તો અબ્દુલ બારી સીદ્દિકીએ કહ્યું કે, રમઝાનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. તે લોકો તેમના વિસ્તારમાં ઇફ્તાર કરી રહ્યા હશે. બધાએ દરેક જગ્યાએ ભાગ લેવાનો હોય છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો અને MLC પહોંચ્યા હતા. આ પાર્ટીમાં પશુપતિ પારસ જરૂર પહોંચ્યા. નીતિશ કુમારને આ પાર્ટીથી જરૂર ઝટકો લાગ્યો છે, કારણ કે મુસ્લિમ સંગઠનોના નેતાઓએ નીતિશની પાર્ટીમાં જવાની ના પાડી દીધી હતી. તેઓ બધા આ પાર્ટીમાં નજરે પડ્યા.

ચિરાગે શું કહ્યું

બીજી તરફ ચિરાગ પાસવાને પણ ઇફ્તાર પાર્ટી આપી હતી, જેમાં ભાજપ અને ઘણી પાર્ટીઓના નેતાઓ જોવા મળ્યા હતા. ચિરાગ પાસવાને કહ્યું કે, અમે લોકો સતત તેનું આયોજન કરતા આવી રહ્યા છીએ. મારા પિતા રામવિલાસ પાસવાનજીએ તેની શરૂઆત ઘણા શરૂઆત કરી હતી, તેમની પરંપરાને આગળ વધારતા અમે લોકોએ પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇફ્તારનું આયોજન કર્યું. 

chirag

મુસ્લિમ સંગઠનોના વિરોધ પર ચિરાગ પાસવાને કહ્યું કે, તેમનો વિરોધ મારી સર આંખો પર છે. મદની સાહેબ સાથે અમારા ઘણા જૂના સંબંધ છે. મારા પરિવારના તેમની સાથે ઘણા સંબંધો છે. તેમના પર નિવેદન આપવા માટે ખૂબ નાનો છું. તમે મારાથી નારાજ થઇ રહ્યા છો, પરંતુ તમે એ પાર્ટીઓ સાથે ઉભા છો, જે પાર્ટીઓએ ખોટું બોલીને મુસ્લિમોને માત્ર પોતાના વોટબેંક સમજ્યા. મને લાગે છે કે ધાર્મિક સંગઠનોએ રાજકીય પાર્ટીઓથી દૂર રાખવા જોઇએ. હું હિંદુ છું, શા માટે ઇફ્તાર આપી રહ્યો છું? જેથી સામાજિક સમરસતા જળવાઇ રહે. લોકોને એવો સંદેશ જાય, પરંતુ જો ધાર્મિક સંસ્થાઓ પક્ષપાત કરશો, તો આ કાર્યક્રમોની પવિત્રતા જ ખતમ થઇ જશે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે આપ્યો ખુલાસો

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજેશ રામે કહ્યું કે, મોટાભાગના ધારાસભ્યો આજે રાત્રે જ ફ્લાઇટ અને ટ્રેનથી દિલ્હી પહોંચી રહ્યા છે, એટલે તેઓ RJDની ઇફ્તારમાં સામેલ થઇ શક્યા નથી. 25 માર્ચે દિલ્હીમાં બપોરે 1 વાગ્યે બિહાર કોંગ્રેસના નેતાઓની બેઠક છે, અધ્યક્ષ રાજેશ રામ અને પ્રભારી કૃષ્ણા અલ્લાવારુ હાલમાં એરપોર્ટ પર છે અને ઘણા ધારાસભ્યો ટ્રેનથી રવાના થઇ ગયા છે.

Leave a Reply

error: Content is protected !!