વક્ફ સંશોધન બિલના સપોર્ટમાં છે આ 5 મુસ્લિમ સંગઠનો, કારણ પણ જણાવ્યું

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
વક્ફ સંશોધન બિલના સપોર્ટમાં છે આ 5 મુસ્લિમ સંગઠનો, કારણ પણ જણાવ્યું

વક્ફ બિલનું ઘણા મુસ્લિમ સંગઠનો પણ સમર્થન કરી રહ્યા છે. આ સંગઠનોનું કહેવું છે કે, વક્ફ બોર્ડે આજ સુધી મુસ્લિમોની પ્રગતિ માટે શું યોગદાન આપ્યું છે? વક્ફ બોર્ડે અત્યાર સુધીમાં કેટલી ગરીબ છોકરીઓના લગ્ન કરાવ્યા? વક્ફ બોર્ડે અત્યાર સુધીમાં કેટલા બેઘર લોકોને ઘર આપ્યા છે? ઉલ્લેખનીય છે કે, વક્ફ સંશોધન બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં આવી રહ્યું છે. આજે ઘણા દિલ્હી અને ભોપાલમાં ઘણાં નાના મુસ્લિમ સંગઠનોએ આ બિલના સમર્થનમાં રેલીઓ કાઢી હતી. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB), જમિયત ઉલેમા-એ-હિંદ અને અન્ય ઘણા મોટા સંગઠનોએ વક્ફ બિલનો વિરોધ કર્યો છે અને તેને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો છે.

હવે જાણીએ કયા મુસ્લિમ સંગઠનોએ આ બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

1. જમિયત હિમાયત ઉલ ઇસ્લામ

જમિયત હિમાયત ઉલ ઈસ્લામે આ બિલને સમર્થન આપતા વક્ફ બોર્ડ અને વક્ફ સંશોધન બિલનું સમર્થન કરતા વક્ફ બોર્ડ અને વક્ફ સંશોધન બિલની તરફેણ કરનારાઓને તીખા સવાલ પૂછ્યા છે. જમીયત હિમાયત-ઉલ-ઈસ્લામના સદર કારી અબરાર જમાલે કહ્યું કે, વક્ફ બિલ પાસ થવાથી માત્ર એ મુસ્લિમો જ પરેશાન છે, જેઓ પોતે વક્ફ બોર્ડની સંપત્તિ પર કબજો કરી બેઠા છે. તેમણે પૂછ્યું છે કે, વક્ફ બોર્ડે આજ સુધી મુસ્લિમોની પ્રગતિ માટે શું યોગદાન આપ્યું છે? વક્ફ બોર્ડે અત્યાર સુધીમાં કેટલી ગરીબ છોકરીઓના લગ્ન કરાવ્યા, કેટલા લોકોને ઘર આપ્યા.

Waqf-Amendment-Bill3

કારી અબરાર જમાલે પૂછ્યું છે કે, વક્ફ બોર્ડની તમામ દુકાનો પર 20 અને 50 રૂપિયા આપીને અમીર લોકોએ કેવી રીતે કબજો કરી લીધો છે. વક્ફ માફિયાઓથી વક્ફની સંપત્તિને મુક્ત કરાવવા માટે મુસ્લિમ સંગઠનોએ આજ સુધી કેમ અવાજ ઉઠાવ્યો નથી? તેમણે એક મહત્ત્વનો સવાલ ઉઠાવતા કહ્યું છે કે, વક્ફ બોર્ડ પાસે દેશની ત્રીજી સૌથી મોટી સંપત્તિ હોવા છતા રસ્તા પર ફરતા દરેક ચોથો ભિખારી મુસ્લિમ કેમ છે? તે જ્યારે વક્ફની સંપત્તિ પર અલ્લાહ સિવાય કોઈનો અધિકાર નથી, તો વક્ફ માફિયાઓનો કેવી રીતે થઇ ગયો. વક્ફ બોર્ડે આજ સુધી પોતાની આવક અને ખર્ચને સાર્વજનિક કેમ નથી કર્યો?

2. ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલ

રાજસ્થાનના અજમેરથી સંચાલિત ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલે વક્ફ બિલને સમર્થન આપ્યું છે. આ સંગઠન અજમેર શરીફ દરગાહ સાથે સંકળાયેલું છે અને સૂફી પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સપ્ટેમ્બર 2024માં સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ તેણે વક્ફ બિલને સમર્થન આપ્યું હતું. આ સંગઠનનું માનવું હતું કે, આ બિલ વક્ફ સંપત્તિઓની સુરક્ષા અને વ્યવસ્થાપનમાં સુધારો કરશે. ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચેરમેન અને અજમેર દરગાહ સાથે સંકળાયેલા સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ કહ્યું છે કે, આ બિલમાં સંશોધનનો અર્થ એવો બિલકુલ નથી કે, મસ્જિદો કે સંપત્તિ છીનવાઈ જશે. એમ કહેવું ખોટું છે.

તેમણે કહ્યું કે JPCમાં ચર્ચા બાદ આ બિલને ખૂબ જ સંતોષ સાથે લાવવામાં આવ્યું છે. નસરુદ્દીન ચિશ્તીએ દાવો કર્યો કે, તેમને પૂરો વિશ્વાસ છે કે સંશોધન બાદ વક્ફના કામમાં પારદર્શિતા આવશે. તેમણે કહ્યું કે, અસહમતિ હોવી અલગ છે. અમારું માનવું છે કે જે પણ બિલ આવે, તે વક્ફની તમામ ધાર્મિક સંપત્તિના હિતમાં હોવું જોઈએ અને સરકારની પણ આ મંશા છે. સૈયદ ચિશ્તીએ કહ્યું કે, જે લોકો ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને હું આગ્રહ કરીશ કે આ ભરમાવવાનો કરવાનો સમય નથી. બધાએ સાથે મળીને સારું બિલ પાસ કરાવે. આ સમયની જરૂરિયાત છે.

Waqf-Amendment-Bill2

3. પાસમાંદા મુસ્લિમ મહાજ

પસમાંદા (પછાત) મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતું આ સંગઠન વક્ફ બિલની સમર્થનમાં છે. સપ્ટેમ્બર 2024માં JPCની બેઠકમાં તેણે બિલને 85 ટકા મુસ્લિમો માટે ફાયદાકારક ગણાવ્યું હતું. આ સંગઠનનું કહેવું છે કે આ બિલ વક્ફ બોર્ડમાં સુધાર લાવીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા મુસ્લિમોને ફાયદો થશે. પસમાંદા સમુદાયનું કહેવું છે કે આ સંશોધનથી વક્ફ સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો કરનારા અશરફ (આગળના) મુસ્લિમોના પાયાને હાલવા લાદી છે એટલે તેઓ તેનો વિરોધ કરી રહ્યા છે અને મુસ્લિમ સમુદાયનો વિરોધ કરી રહ્યા છે.

પસમાંદા મુસ્લિમોનું કહેવું છે કે આ બિલ પાસ થવાથી ગરીબ મુસ્લિમોના જીવનમાં સુધારો થશે. અખિલ ભારતીય પસમાંદા મુસ્લિમ મહાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પરવેઝ હનીફે કહ્યું હતું કે, મુસ્લિમોનો કોન્ટ્રાક્ટ ઓવૈસી અને મદની જેવા લોકોને કોણે આપ્યો છે. મુસ્લિમ સમુદાય આ સંશોધન સાથે છે. આ સંગઠન સાથે જોડાયેલા અન્ય એક નેતા આતિફ રશીદે કહ્યું હતું કે, વક્ફ બોર્ડની સ્થાપના ગરીબોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી. પરંતુ તેનાથી વિરુદ્વ થઈ રહ્યું છે.

4. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંબંધિત આ સંગઠન વક્ફ બિલના સમર્થનમાં છે. 23 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હીમાં થયેલી બેઠકમાં MRMએ કહ્યું હતું કે, આ બિલ વક્ફ સંપત્તિઓમાં પારદર્શિતા લાવશે અને મુસ્લિમ સમુદાયના હિતમાં છે.

Waqf-Amendment-Bill

5. મુસ્લિમ મહિલા બૌદ્ધિક ગ્રુપ

મુસ્લિમ મહિલાઓના બૌદ્ધિક ગ્રુપે વક્ફ બિલને સમર્થન કર્યું છે. નવેમ્બર 2024માં JPCની બેઠકમાં શાલિની અલીના નેતૃત્વમાં મુસ્લિમ મહિલાઓના પ્રતિનિધિમંડળે બિલનું સમર્થન કર્યું હતું. તેમણે તર્ક આપ્યો કે, તે વક્ફ બોર્ડમાં પારદર્શિતા લાવશે અને મહિલાઓ, અનાથો, વિધવાઓ જેવા નબળા વર્ગોના કલ્યાણ માટે કામ કરશે. આ ગ્રુપે પ્રસ્તાવિત સંશોધનનું સ્વાગત કર્યું, પરંતુ એ વાત ભાર મૂક્યો કે તે માત્ર કાગળ પર લખેલા શબ્દો કરતા વધુ હોવા જોઈએ. તો બરેલીના એક મૌલાનાએ વક્ફ બિલની તરફેણમાં નિવેદન આપ્યું હતું. મૌલાના શહાબુદ્દીન રિઝવીએ નિવેદન આપ્યું કે, ‘તેમણે પોતાનું સમર્થન આપ્યું અને કહ્યું કે આ બિલ ફાયદાકારક સાબિત થશે કેમ કે અત્યાર સુધી વક્ફ બોર્ડ અને માફિયા મળીને દેશની કિંમતી જમીનો પર કબજો કરી લેતા હતા. તેના પર શોપિંગ મોલ બનાવી લેતા હતા, પરંતુ આ બિલ પાસ થતા જ આ બધુ બંધ થઈ જશે.

તેમણે કહ્યું કે, આ સંપત્તિથી થનારી આવક મુસ્લિમોના હિતમાં ખર્ચ કરવામાં આવશે. કોઈ પણ દરગાહ મસ્જિદ, મદ્રેસા પર કોઈ દખલઅંદાજી નથી. કોઈ પણ ધાર્મિક સ્થળ, કોઈ પણ મુસ્લિમ સંપત્તિ પર સરકારનો કોઈ કબજો નથી. એ માત્ર ઉશ્કેરવામાં આવી રહ્યા છે આ બિલ પાસ થતા જ બધા મુસ્લિમ ધાર્મિક સ્થળ, દરગાહ મસ્જિદોનો નવા રૂપે વિકાસ થશે.

Leave a Reply

error: Content is protected !!