

દુનિયાની સૌથી મોટો બેવરેજીસ કંપની કોકા-કોલાએ છેલ્લાં ઘણા સમયથી સોફ્ટ ડ્રિંકસના બિઝનેસ પર ધ્યાન ઘટાડીને ડેરી પ્રોડક્ટનો બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સોડા જાયન્ટ કોકા-કોલાને લાંબા સમય પછી સમજાયું છે કે, તેના સોફ્ટ ડ્રિંકસમાં સુગર કન્ટેન્ટ વધારે હોવાને કારણે લોકોના ઓબેસીટિ, હાર્ટ અને કિડની જેવી ગંભીર રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકો પણ સોફ્ટ ડ્રિંક્સથી દુર થઇ રહ્યા છે.
કોકો-કોલાએ વર્ષ 2020માં ફેરલાઇફ મિલ્ક બ્રાન્ડ સંપૂર્ણ રીતે 980 મિલિયન ડોલરમાં હસ્તગત કરી લીધી હતી અને 2022માં ફેરલાઇફનું 1 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું. કોકા-કોલાએ આ મિલ્કને પ્રોસેસ કરીને તેમાંથી લેક્ટોઝ અને સુગર દુર કર્યા છે અને પ્રોટીન બમણું મળે તેવું કર્યું છે.