
-copy-recovered5.jpg?w=1110&ssl=1)
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આકરી ગરમી પડી રહી છે, હીટવેવની સ્થિતિ છે. ભયંકર ગરમી અને લૂથી લોકો પરેશાન છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડીગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ સતત હીટવવેનું એલર્ટ આપી રહ્યું છે.
આ વાતને ધ્યાનમાં રાખીને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળાઓને પરિપત્ર મોકલ્યો છે અને વિદ્યાર્થીઓની કાળજી લેવા કહેવામાં આવ્યું છે. પાનસેરિયાએ કહ્યું છે કે, હીટવેવને ધ્યાનમાં રાખીને તમામ શાળા સંચાલકો તેમની વિવેક બુદ્ધિ પ્રમાણે શાળાના સમયમાં ફેરફાર કરે. શિક્ષકો બાળકોને હીટવેવ, તેના કારણો અને ઉપાયો વિશે સમજ આપે. મેદાનમાં હમણા રમતો બંધ રાખે. ઓપન એર કલાસ ચાલુ ન રાખે અને બાળકો પુરતુ પાણી પીતા રહે તેનું ધ્યાન આપે.