fbpx

સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી,  100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
સુરતની ડાયમંડ કંપનીમાં પીવાના પાણીમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી,  100થી વધુ રત્નકલાકારો હોસ્પિટલમાં

સુરતના વરાછા વિસ્તારમાં એક સમાચારે હડકંપ મચી ગયો છે. અનબ જેમ્સ નામની ડાયમંડ કંપનીમાં બુધવારે  લગભગ 104 રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જાણવા મળેલી વિગત મુજબ કંપનીના RO પ્લાન્ટના પાણીમાં કોઇકે અનાજ નાંખવાની ઝેરી દવા નાંખી દીધી હતી. ત્યાંથી સેલ્ફોસ નામની દવાની પડીકી પણ મળી હતી.

રત્નકલાકારોને જ્યારે પાણીનો સ્વાદ અલગ લાગ્યો ત્યારે ખબર પડી કે પાણીમાં કોઇકે અનાજમાં નાંખવાની દવા નાંખી છે. સ્ટાફની સુરક્ષા માટે ડાયમંડ હોસ્પિટલ અને કિરણ હોસ્પિટાલમાં લઇ જવામાં આવ્યા હતા. જાણવા મળેલી માહિતી મુજબ 2 રત્નકલાકારોને ICUમાં દાખલ કરવા પડ્યા છે.

કાપોદ્રા-2ના પોલીસ ઇન્સ્પેક્ટ એમ.એસ. સોલંકીએ કહ્યું કે, બેઝીક ફરિયાદ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે કે પાણીમાં અનાજ નાંખવાની દવા કોણે નાંખી હતી?

error: Content is protected !!