fbpx

‘લવ યુ પોલીસ મામા, હું તમારા કરતા તેજ છું, દમ હોય તો’… ચોરી કરી, પછી અંગ્રેજીમાં લખીને ફેંક્યો પડકાર

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
'લવ યુ પોલીસ મામા, હું તમારા કરતા તેજ છું, દમ હોય તો'... ચોરી કરી, પછી અંગ્રેજીમાં લખીને ફેંક્યો પડકાર

આજ સુધી તમે ચોરીની ઘણી ઘટનાઓ બાબતે સાંભળ્યું હશે, પરંતુ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં એક ચોર એવો છે જે માત્ર દિવસના અજવાળે જ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યો છે. તે પોલીસ સાથે સંતાકૂકડી રમતા તેને ટોણો પણ મારી રહ્યો છે અને કહે છે, “લવ યૂ પોલીસ મામા, હું તમારા કરતા વધુ તેજ છું. મેં અત્યાર સુધીમાં 8 ઘરમાં ચોરી કરી છે. હજુ બે ઘર બાકી છે. દમ હોય તો મને પકડીને બતાવો. મને એ ખબર છે કે ગામના લોકો રાત્રે જાગી રહ્યા છે. તેઓ ચોરી અટકાવવા માટે પહેરેદારી કરી રહ્યા છે. એટલે જ હું ધોળા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યો છું.

Bihar-police2

ચોરીની ઘટના બાદ ચોર દ્વારા ઘરમાં રાખવામા આવેલા પત્રને જોતા એવું જ લાગી રહ્યું છે કે ચોર સારો એવો શિક્ષિત છે, કારણ કે ચોરે પોલીસ માટે જે પત્ર છોડયો છે તે હિન્દીમાં નહીં, પરંતુ અંગ્રેજીમાં લખાયેલો છે અને એક-એક શબ્દ સ્પેસ આપીને લખવામાં આવ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, જો ચોર આટલો શિક્ષિત છે તો તેણે ક્યાં તો પોલીસ સાથે સંતાકૂકડી રમવાનું મન બનાવી લીધું  છે અથવા તો કોઈ બાલિશ હરકત કરી રહ્યો છે.

Bihar-police

પત્રમાં શું લખ્યું છે ચોરે?

ચોરે લખેલા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, આજે હું જે ઘરમાંથી ચોરી કરી રહ્યો છું તે કોઈ ગરીબનું ઘર લાગી રહ્યું છે કારણ કે મેં જે ઘરમાંથી ચોરી કરી હતી, તેમાં મને વધુ વસ્તુઓ મળી હતી, પરંતુ આજે હું જે ઘરમાંથી ચોરી કરી રહ્યો છું, તેમાં મને માત્ર ઘરેણાં જ મળ્યા છે. આ ચોરના ડરથી, પાડી દયાલ સબડિવિઝનના બરખા ગામના લોકો દિવસના અજવાળામાં પણ પોતાના ઘરોને તાળા લગાવીને રહેવા મજબૂર થઈ ગયા છે. ચોરીની ઘટના બાદ SP સ્વર્ણ પ્રભાતે પોતે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. પીડિતો પાસેથી માહિતી લીધા બાદ, SPએ ગામમાં કેટલાક પોલીસકર્મીઓને ફરજ પર લગાવી દીધા છે. જોકે, આ ચોરે પોલીસને  પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે, દમ હોય તો પકડીને બતાવો. SP સ્વર્ણ પ્રભાતે પણ ચોરે લખેલો અંગ્રેજી પત્ર વાંચ્યો.

error: Content is protected !!