

સુરતની મોટી ડાયમંડ કંપની કે. પી. સંઘવીની સામે ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, GJEPCના પૂર્વ રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડીયા અને ડાયંમડ ઉદ્યોગના અન્ય લોકો મંગળવારે ધોમધખતા તાપમાં ફેકટરીના બહાર ધરણા પર બેઠા હતા.
ડાયમંડ ઉદ્યગકારો અને રાજકારણીએ ધરણા પર એટલા માટે બેસવું પડ્યું કે કે. પી ,સંઘવીએ લગભગ 12 જેટલા હીરાના વેપારીઓની ચૂકવણી મામલે સમાધાન કરી લીધું હતું અને વેપારીઓ 50થી 60 ટકા જેટલી ચૂકવણી પણ કરી દીધી હતી. આમ છતા હીરાના વેપારીઓ સામે કે. પી, સંઘવીએ કેસ કર્યો અને હીરાના વેપારીઓ જેલમાં જવાનો વારો આવ્યો. સુરતના ઇતિહાસમાં સમાધાન પછી કેસ થયો હોય તેવી પહેલી ઘટના હતી.
હીરાના વેપારીઓના પરિવારજનોની વારંવાર વિનંતી છતા કંપની કેસ પાછા નથી ખેંચતી.