

કોંગ્રેસે 64 વર્ષ પછી ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કર્યું છે. 8 અને 9 એમ બે દિવસ કોંગ્રેસના મોટા નેતાઓ ગુજરાતમાં રહેશે અને મનોમંથન કરશે.1961માં ભાવનગરમાં કોંગ્રેસનું છેલ્લું રાષ્ટ્રીય અધિવેશન મળેલું અને એ પછી કોંગ્રેસે અનેક રાજ્યોમાં અને કેન્દ્રમાં લાંબો સમય સુધી સત્તા ભોગવી
રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે, કોંગ્રેસ એવું માને છે કે દેશમાં કોઇ પણ નવી સંસ્કૃતિની શરૂઆત ગુજરાતથી થાય છે. કોંગ્રેસ ગુજરાતમાં એક નવું મોડલ બનાવીને ભાજપના મૂળિયા નબળા કરવા માંગે છે.ગુજરાતએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને તેમણે જ ગુજરાત મોડલ ઉભુ કરીને દેશમાં રાજ્યની ખ્યાતિ ફેલાવી હતી. હવે જો પ્રધાનમંત્રીના ગઢમાં ગાબડા પડવાની શરૂઆત થાય તો દેશભરમાં કોંગ્રેસને ફાયદો થાય તેવું પાર્ટીનું માનવું છે.