
પ્રાંતિજ ના જીવણપુરા ખાતે ખોટો વહેમ રાખી ગાળો બોલી મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પાંચ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકા ના જીવણપુરા ખાતે ખોટો વહેમ રાખી મા-બહેન સામી બિભસ્ત ગાળો બોલી ગળદાપાટુ નો માર મારી લાકડી મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામ નો ભંગ કરતા પાંચ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના જીવનપુરા ખાતે રહેતા ગીતાબેન ચૌહાણ , જસવંતસિંહ ચૌહાણ , ગૌતમભાઇ ચૌહાણ , કાજલબેન ચૌહાણ તથા અમિષાબેન ચૌહાણ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ થઈ ગામમા રહેતા ઉષાબેન ચૌહાણ ના ધર આગળ આવી અરૂણસિંહ વિશે ખોટો વહેમ રાખી ઉષાબેન ચૌહાણ મા બહેન સામી બિભસ્ત ગાળો બોલતા ઉષાબેન ચૌહાણ ગાળો બોલવાની ના પાડતા ગીતાબેન ચૌહાણ તથા જશવંતસિંહ ચૌહાણ અરૂણસિંહ ને પકડી ગડદાપાટુ નો માર મારેલ તેમજ ગૌતમસિંહ ચૌહાણ દ્રારા તેમના હાથમા રહેલ લાકડી અરૂણસિંહ ને મારતા ડાબા હાથ ના કાંડાના ભાગે તેમજ પહેલી આંગળીએ ઇજાઓ કરતા ઉષાબેન ચૌહાણ તથા લલીતસિંહ વચ્ચે પડતા કાજલબેન ચૌહાણ તથા અમિષાબેન ચૌહાણ ઉષાબેન ને નીચે પાડી ગળદાપાટુ નો માર મારી તેમજ જસવંતસિંહ ચૌહાણ તથા ગૌતમસિંહ ચૌહાણ ને ગળદાપાટુ નો માર મારી મા બહેન સામે બિભસ્ત ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એક સંપ થઈ ગુન્હો કરી એકબીજા ની મદદત કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ઉષાબેન લલીતસિંહ ચૌહાણ રહે.જીવણપુરા તા.પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા દ્રારા ગીતાબેન જસવંતસિંહ ચૌહાણ , જસવંતસિંહ ઉદેસિંહ ચૌહાણ , ગૌતમસિંહ જસવંતસિંહ ચૌહાણ , કાજલબેન જસવંતસિંહ ચૌહાણ , અમિષાબેન જસવંતસિંહ ચૌહાણ તમામે-તમામ રહે. જીવણપુરા તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૯૮, (૨), ૧૯૧ , (૨),૧૯૦,૧૧૫(૨) ,૩૫૧(૩),૩૫૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એન.બી.વાધેલા દ્રારા હાથધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા