
પ્રાંતિજ કૉલેજમાં “વર્ષ પ્રતિપદા – હિંદુ નવ વર્ષ વધામણા ” ABRSM ગુજરાત કોલેજ દ્રારા કાર્યક્રમ યોજાયો
– અખિલ ભારતીય સાહિત્ય પરિષદ તથા સાબરકાંઠા ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ કોલેજ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત કોલેજ સંવર્ગ સાબરકાંઠા અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ સાબરકાંઠા ના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો



અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત (કૉલેજ સંવર્ગ) સાબરકાંઠા અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે તારીખ ૮ એપ્રિલ,૨૦૨૫ના રોજ “વર્ષ પ્રતિપદા – હિંદુ નવ વર્ષ વધામણા ” અધ્યાપક શિક્ષણવિદ મિલનનો કાર્યક્રમ શ્રીમતી એમ સી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, પ્રાંતિજ ખાતે યોજાયો ચૈત્ર સુદ એકમથી હિન્દુ નવવર્ષની શરૂઆત થાય છે હિન્દુ સંસ્કૃતિમાં આ દિવસનું અનેરું મહત્ત્વ છે આ દિવસ હિન્દુ કાલગણના, હિન્દુ વિરાસત અને સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે વિભિન્ન વિષયો સાથે વર્ષ પ્રતિપ્રદાની ઉજવણી કરવામાં આવે છે જેવાકે જનજાતિ સમાજમાં નવજગરણ, પરમ વૈભવ તરફ, સમરસતા, આધુનિક સમયની આવશ્યકતા વગેરે બાબતોનો સમાવેશ આ ઉત્સવમાં કરવામાં આવે છે વર્ષ પ્રતિપ્રદા વિશે રસપ્રદ અને સાર્થક વ્યાખ્યાન પ્રાંતિજ કૉલેજમાં ફરજ બજાવતાં સંસ્કૃત વિષયના અધ્યક્ષ ડૉ કાન્તિભાઈ પ્રજાપતિએ આપ્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત (કૉલેજ સંવર્ગ)ના અધ્યક્ષશ્રી આદરણીય ડૉ આર એન દેસાઈ સાહેબની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે કોલેજના આચાર્યશ્રી ડૉ કે આર પ્રસાદએ પ્રસંગ ઉચિત વાત મૂકી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી ડૉ કે આર પ્રસાદ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સંયોજકની ભૂમિકા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ સાબરકાંઠા એકમના મહામંત્રી ડૉ સતીષ પટેલે નિભાવી હતી આ મિલનમાં પ્રાંતિજ કૉલેજના અઘ્યાપક , વિદ્યાર્થી અને પ્રાંતિજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર રાજેન્દ્ર પંચાલે દ્રારા કરવામા આવ્યુ હતું
જીલ રાવલ સાબરકાંઠા