fbpx

પ્રાંતિજ મા ચાલતી મદ્રેસા ઉપર અનેક સવાલો

Spread the love

પ્રાંતિજ મા ચાલતી મદ્રેસા ઉપર અનેક સવાલો
– શિક્ષણ વિભાગ ની મજૂરી વગર બેરોકટોક કાર્યરત
– બાળકો ઉપર અત્યાચાર ગુજારનાર ત્રણ મૌલવીઓ જેલ હવાલે
– અત્યાર ગુજરવાને લઈ ને બાળકો સંસ્થામાંથી ભાગ્યા હતા
     


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ મદેસા નો મુદ્દો હાલતો ટોપઓફ ટાઉન બન્યો શિક્ષણ વિભાગ ને પણ ધોરી ને પી ગયા


    પ્રાંતિજ સીનીમા રોડ ઉપર આવેલ એકતા કોમ્પલેક્ષ ના ત્રીજા મારે આવેલ જામિયા દારૂ અહેસાન વકફ મદ્રેસા ના આઠ બાળકો ને સંસ્થાના મૌલવીઓ દ્રારા મારમારવાને લઈ ને બાળકો સંસ્થામાંથી ભાગી જતા આખો મામલો હાલતો પ્રાંતિજ ખાતે ટોપ ઓફ ટાઉન બન્યો છે જેમા પ્રાંતિજ પોલીસ એક બાળક ની ફરિયાદ ને લઈ ને સંસ્થાના ત્રણ મૌલવીઓ સામે ફરિયાદ લઇ ત્રણ મૌલવીઓની ધરપકડ કરી જેલ ભેગા કયા છે અને પોલીસ દ્રારા સંસ્થાને લગતી વધુ તપાસ પણ હાથ ધરવામા આવી છે

તો બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી સુચનાથી પ્રાંતિજ તાલુકા શિક્ષણાધિકારી જીગજ્ઞાબેન પંડયા તથા ટીમ દ્રારા પ્રાંતિજ મદ્રેસામા તપાસ કરતા અંદાજિત ૪૦ જેટલા બાળકો હોવાનુ જાણવા મલ્યુ હતુ જેમા ૦ થી ૧૬ વર્ષ ના બાળકો શિક્ષણ થી વંચિત ના રહે તે માટે સંસ્થા જોડે માહિતી માંગી અને આ બાળકો કયા ના છે અને કયા ભણે છે તેની માહિતી માંગી હતી પરંતુ હજુસુધી મદ્રેસા સંસ્થા દ્રારા આ અંગે હજુસુધી કોઇ પણ માહિતી આપી ન હતી તો બીજી તરફ પ્રાંતિજ પાલિકા મા સંસ્થા ની મંજૂરી અંગે પુછતા પાલિકા દ્રારા આ અંગે કોઇપણ જાતની મંજુરી આપી ના હોવાનુ પણ જાણવા મલ્યુ હતુ તો પ્રાંતિજ પી.આઇ આર.આર.દેસાઇ ને આ અંગે પુછતા તેવોએ જણાવ્યુ કે હાલ તપાસ ચાલુ છે જેમા બાળકો ત્રણ ગુજરાત ના અને બાકીના અન્ય રાજ્યો ના હોવાનુ જણાવા મલ્યુ છે અને સંસ્થાના રજીસ્ટેશન બાબતે વકફ બોર્ડ મા રજીસ્ટેશન કરાવેલ છે અને આગળની તપાસ હજુ ચાલુ છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!