પ્રાંતિજના તાજપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓમાં ભાગ લઈ યોગનું મહત્વ સમજ્યું હતું. મુખ્ય અતિથિ ડૉ. મનહરભાઈ પંચાલે યોગના આરોગ્યલક્ષી લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું પૂજ્ય સંતોએ યોગના આધ્યાત્મિક અને વ્યવહારિક મહત્વ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો કાર્યક્રમના અંતે આચાર્યએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો