પ્રાંતિજ ડેપો પર બસ ન લાવતાં ડ્રાઇવર-કંડક્ટર સામે કાર્યવાહી
રિઝર્વેશન ધારક મુસાફરો રહી જતાં એસટી તંત્ર હરકતમાં, કંડક્ટર પાસેથી ₹૬૬૮ વસૂલ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ડેપો ખાતે તા. ૨૦|૬|૨૦૨૬ ના રોજ રાત્રે ૯|૨૫ કલાકે પ્રાંતિજ ડેપો પર આવનાર વિજયનગર-જુનાગઢ રૂટની એસટી બસ પ્રાંતિજ ડેપો પર ન આવતા રિઝર્વેશન કરાવેલા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા ઘટનાને લઈને સમાચાર પ્રસિદ્ધ થતાં એસટી વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે


મળતી માહિતી મુજબ, વિજયનગર-જુનાગઢ બસના ડ્રાઇવર અને કંડક્ટર દ્વારા નિર્ધારિત સ્ટોપ તરીકે પ્રાંતિજ ડેપો પર બસ ન લાવવામાં આવતા રિઝર્વેશન ધરાવતા મુસાફરો રહી ગયા હતા ઘટનાની જાણ થતા પ્રાંતિજ ડેપો મેનેજરે જુનાગઢ ડેપોના સિનિયર અધિકારીઓને જાણ કરી હતીઆ મામલે પ્રાથમિક તપાસ બાદ કંડક્ટર પાસેથી પ્રાંતિજ-જુનાગઢ રૂટના રિઝર્વેશન ટિકિટના ભાડા પેટે વસૂલ કરાયેલા ₹૬૬૮ ની રકમ કાપી લેવામાં આવી હોવાનું જણાવાયું છે ઉપરાંત ડ્રાઇવર અને કંડક્ટર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે બંને કર્મચારીઓનો ફિક્સ રૂટ પણ બદલવામાં આવશે તેવી માહિતી મળી છે પ્રાંતિજ ડેપો મેનેજર એ.કે. પરમારે જણાવ્યું હતું કે, “વિજયનગર-જુનાગઢ બસ પ્રાંતિજ ડેપો પર ન આવવાની ઘટના અંગે જુનાગઢ ડેપોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ત્યારબાદ સંબંધિત ડ્રાઇવર અને કંડક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે કંડક્ટર પાસેથી ₹૬૬૮ ની રકમ વસૂલવામાં આવી છે અને આગળની ખાતાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.” એસટી વિભાગ દ્વારા રાજ્યના તમામ ડેપો મેનેજરોને પણ સૂચના આપવામાં આવી છે કે જે બસોને પ્રાંતિજ ડેપો પર આવવાનું નિર્ધારિત છે તે નિયમિત રીતે ડેપો પર લાવવામાં આવે, જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે આ ઘટનાને પગલે મુસાફરોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે કે તેમની રજૂઆત અને મીડિયામાં સમાચાર પ્રકાશિત થતાં જવાબદાર કર્મચારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે