fbpx

પોલીસે 107 પેન્ડિંગ ચલણ અને 2.36 લાખના દંડવાળી બાઇક લઇને ફરતા શખ્સને ઝડપી પાડ્યો

Spread the love

પોલીસે 107 પેન્ડિંગ ચલણ અને 2.36 લાખના દંડવાળી બાઇક લઇને ફરતા શખ્સને ઝડપી પાડ્યો

દિલ્હી નજીક ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાહન તપાસ દરમિયાન, એક એવી ઘટના બની, જેને જોયા બાદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. આ દરમિયાન પોલીસ ટીમ નિયમિત વાહન તપાસ કરી રહી હતી ત્યારે તેમણે હેલમેટ વગર અને હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) વિનાની મોટરસાઇકલને રોકી. વાહનના રેકોર્ડ તપાસ્યા પછી અધિકારીઓના જાણવા મળ્યું કે બાઇક સામે 107 ચલણ પેન્ડિંગ છે. આ દંડની કુલ રકમ આશરે 2.36 લાખ રૂપિયા સુધી પહોંચી ચૂકી હતી. આટલું જ નહીં, બાઇક સવાર કોઈપણ દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો. ત્યારથી પોલીસે મોટરસાઇકલ જપ્ત કરી છે.

gurugram3

ગુરુગ્રામમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર મોટરસાઇકલ ચાલક સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. જાણકારી મુજબ, 107 પેન્ડિંગ ચલણને કારણે મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી હતી. આ ઘટના ગુરુગ્રામના નેશનલ હાઇવે 48 પર બની હતી, જ્યાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર મહાબીર સિંહની આગેવાની હેઠળની એક ટીમ લેન-ડ્રાઇવિંગ ઉલ્લંઘનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન, હેલમેટ અને હાઇસિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ વિના (નોંધણી નંબર HR-36 AR-8308) જઇ રહેલી મોટરસાયકલને રોકી હતી.

bike1

અહેવાલો અનુસાર, અધિકારીઓએ તેમના ઉપકરણ પર બાઇકના રેકોર્ડ તપાસ્યા ત્યારે તેઓ ચોંકી ગયા. આ મોટરસાઇકલ સામે વિવિધ નિયમોના ઉલ્લંઘન માટે ફક્ત એક કે બે નહીં, પરંતુ 107 ચલણો પેન્ડિંગ હતા. આ ઉલ્લંઘનો માટે કુલ દંડની રકમ આશરે ₹2.36 લાખ સુધી પહોંચી હતી. વાહનના કાગળો માંગવામાં આવતા સવાર કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યો નહોતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બાઇક જપ્ત કરી લીધી. ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે તમામ વાહનચાલકોને સમયસર દંડ ભરવા અને માર્ગ સલામતીના નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી છે.

અન્ય એક ઘટનામાં, સેક્ટર-37 વિસ્તારમાં એક રોડવેઝ બસે ચાર રાહદારીઓને કચડી નાખ્યા. બસ અનેક પાર્ક કરેલા વાહનો સાથે પણ અથડાઈ. આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ઘણા અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન, ભીડે બસ પર પથ્થરમારો કર્યો. ઘટના બાદ તાલીમાર્થી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે જણાવ્યું કે સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બસ જપ્ત કરવામાં આવી છે અને આરોપી ડ્રાઇવરની શોધ ચાલુ છે.

Leave a Reply

error: Content is protected !!