fbpx

ઉદ્ધવ જૂથમાં વધુ એક બળવો થવાનો છે? હવે 3 ધારાસભ્યો અને 1 MLC બેઠકમાંથી ગાયબ

Spread the love

ઉદ્ધવ જૂથમાં વધુ એક બળવો થવાનો છે? હવે 3 ધારાસભ્યો અને 1 MLC બેઠકમાંથી ગાયબ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. સોમવારે, છ સાંસદોએ ઔપચારિક રીતે પાર્ટીને અલવિદા કહી દીધું, અને હવે ત્રણ ધારાસભ્યો અને એક MLC સોમવારની બેઠકમાંથી ગાયબ હોવાના અહેવાલ છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે પાર્ટીના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી.

શિવસેના (UBT)ના 6 સાંસદો હરીફ શિવસેના જૂથમાં જોડાતા રાજકીય સંકટ વચ્ચે, પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ સોમવારે તેમના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્ર વિધાનસભાના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન મહાયુતિ સરકારને ઘેરવાની રણનીતિ ઘડવાનો હતો.

shiv-sena-UBT2

ચોમાસા સત્રના પહેલા દિવસે પાર્ટીના ‘શિવાલય’ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી. રસપ્રદ વાત એ છે કે, તે જ સમયે ફક્ત 500 મીટર દૂર યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન ખાતે 6 શિવસેના (UBT) સાંસદો એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના હરીફ જૂથમાં જોડાઈ રહ્યા હતા.
શિવસેના (UBT)ની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં 3 ધારાસભ્યો અને એક MLCની ગેરહાજરીએ નવી અટકળો ફેલાવી દીધી છે. જોકે, આ ધારાસભ્યોએ પાર્ટીને અગાઉથી જાણ કરી હતી કે તેઓ બેઠકમાં હાજરી આપી શકશે નહીં. તેમણે MLC ચૂંટણીઓ, નાદુરસ્ત તબિયત અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાઓ જેવા કારણો આપ્યા હતા.

ધારાસભ્ય સંજય દેરકર, રાહુલ પાટીલ અને સંજય પોટનીસ અને MLC સુનિલ શિંદે પણ બેઠકમાં હાજર નહોતા. નોંધનીય છે કે, સુનિલ શિંદેએ જ આદિત્ય ઠાકરે માટે પોતાની વરલી વિધાનસભા બેઠક ખાલી કરી હતી. તેમણે પણ હાજરી આપી નહોતી. સંજય પાટીલે જણાવ્યું હતું કે તેઓ વિધાન પરિષદની ચૂંટણી માટે મત ગણતરી પ્રક્રિયામાં વ્યસ્ત હતા અને ઠાકરેની આગામી પરભણી મુલાકાતની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

shiv-sena-UBT3

સુનિલ શિંદેએ કહ્યું કે તેઓ તેમના વતન ચિપલુણમાં હતા અને મુંબઈ પાછા ફરી રહ્યા હતા. પોટનીસે બેઠકમાં ગેરહાજરીનું કારણ સ્પષ્ટ કર્યું નહોતું, પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ શિવસેના (UBT) સાથે જ રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સેના (UBT)ના 20 ધારાસભ્યો અને 6 MLC છે. આ બેઠક એક કલાક ચાલી હતી, અને બધા ધારાસભ્યોએ ઉદ્ધવ સાથે ગ્રુપ ફોટો પડાવ્યો હતો જેથી તેઓ પોતાની શક્તિ દર્શાવી શકે.

સેના (UBT)ના MLC અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું કે આ શિવસેના (UBT)ના ધારાસભ્ય પક્ષની બેઠક હતી. અમે ખેડૂતો, સામાન્ય જનતા અને મુંબઈ જેવા મુદ્દાઓ તેમજ વિદર્ભ અને મરાઠવાડા જેવા પ્રદેશો અને ત્યાં પાણીની અછતના મુદ્દાઓ ઉઠાવવાની ચર્ચા કરી હતી. સેના (UBT) વિધાનસભામાં સૌથી મોટો વિપક્ષી પક્ષ છે; એટલે, આપણે આક્રમક અને સંગઠિત રીતે કાર્ય કરવું જોઈએ. બુધવારે મહા વિકાસ આઘાડી (MVA)ની બેઠક પણ બોલાવવામાં આવી છે. અમે વિરોધ પક્ષના નેતા (LoP)ના પદ માટે અમારો દાવો કરી રહ્યા છીએ.

Leave a Reply

error: Content is protected !!