fbpx

‘કીપ ક્વાઇટ, યુઝલેસ ફેલોસ..’ પોતાના જ પક્ષના કાર્યકરો પર શા માટે ગુસ્સે ભરાયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે?

Spread the love

'કીપ ક્વાઇટ, યુઝલેસ ફેલોસ..' પોતાના જ પક્ષના કાર્યકરો પર શા માટે ગુસ્સે ભરાયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે?

બેંગલુરુમાં ‘સંકલ્પ સમાવેશ’ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પાર્ટીના કાર્યકરો પર ગુસ્સે થઇ ગયા હતા. તેમની નારાજગીનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેમણે સ્ટેજ પરથી કાર્યકરોને યુઝલેસ ફેલો એટલે કે નકામા લોકો પણ કહી દીધા અને તેમને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. ચાલો તેમના ગુસ્સા પાછળનું કારણ જાણીએ.

ખડગે ‘સંકલ્પ સમાવેશ’ કાર્યક્રમમાં પાર્ટીના નેતાઓ અને જનતાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે કેટલાક કાર્યકરો કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના સમર્થનમાં ‘DK-DK’નો સૂત્રચ્ચાર શરૂ કરી દીધો. સૂત્રોચ્ચારથી ગુસ્સે થઈને ખડગેએ સ્ટેજ પરથી જ કાર્યકરોને ઠપકો આપ્યો, તેમને નકામા સાલોકો પણ કહી નાખ્યા.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સુત્રોચ્ચારથી ખડગે કેટલા ગુસ્સે થયા હતા; તેમનો ગુસ્સો તેમના ચહેરાના હાવભાવમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો. અહીં સુધી કે શિવકુમારે ઉભા થઈને શાંત રહેવાનો ઈશારો પણ કર્યો, પરંતુ  ખરગેનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો હતો.

સૂત્રોચ્ચારથી ચિડાઈને ગુસ્સે ભરાયેલા ખડગેએ કાર્યકરોને યાદ અપાવ્યું કે આ કાર્યક્રમ પક્ષનો છે, કોઈ એક નેતાનો નહીં. શું અહીં નારા લગાવવાથી આખો દેશ પ્રભાવિત થશે? આ કોઈ એક વ્યક્તિનો કાર્યક્રમ નથી; આ એક પક્ષનો કાર્યક્રમ છે. તમે નકામા લોકો. અમે અહીં વ્યક્તિઓની પૂજા થતી નથી; આપણે અહીં એક એવા પક્ષના કાર્યક્રમ માટે છીએ જે આપણને બધાને એક સાથે લાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસમાં સંગઠન વ્યક્તિ કરતાં મોટી પાર્ટી છે, અને કાર્યકરોએ શિસ્ત જાળવવી જોઈએ.

kharge

કાર્યક્રમમાં વિક્ષેપ પર પોતાની નારાજગી વ્યક્ત કરતા ખડગેએ પ્રશ્ન ઉઠાવ્યો કે જો મુઠ્ઠીભર લોકો તેમના નારાઓથી કાર્યક્રમને બાધિત કરવાના હતા, તો અન્ય લોકોના કાર્યક્રમમાં હાજરી આપવાનો હેતુ શું છે. જો એક વ્યક્તિ એક બૂમ પાડે છે અને બીજો કંઈક બીજું કહે છે, તો બાકીના લોકો અહીં શા માટે આવ્યા છે? શું તેઓ અહીં ફ્લોર સાફ કરવા આવ્યા છે? કેટલાક વ્યક્તિના સૂત્રોચ્ચારથી કાર્યક્રમનો હેતુ ખતમ થઇ રહ્યો છે.

પોતાના દાયકાઓ લાંબા રાજકીય કારકિર્દી પર પ્રકાશ પાડતા કોંગ્રેસ અધ્યક્ષે સભાને યાદ અપાવ્યું કે તેમની ઓળખ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી છે, જે તેમનો પાયો છે. મારી પાસે 58 વર્ષનો રાજકીય અનુભવ છે. ઘણા નેતાઓ અહીં આવ્યા છે; જ્યારે પક્ષમાં તેમનું યોગદાન ઓછું છે, પક્ષે તેમના માટે ખૂબ જ યોગદાન આપ્યું છે, તેમણે યાદ અપાવ્યું કે પક્ષના કાર્યકરોની ઓળખ કોંગ્રેસથી છે, કોઈ એક નેતાથી નહીં.

kharge

ખડગેએ હોબાળો કરનારાઓને ચીમકી આપી હતી કે વ્યવધાન માટે જવાબદાર લોકો સામે શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવશે. દોષીઓને ઓળખવા માટે ઘટનાના ફૂટેજની સમીક્ષા કરવામાં આવશે. યાદ રાખો, પાર્ટી માટે શિસ્ત હંમેશાં જરૂરી છે. અહીં જે કોઈ પણ બૂમો પાડી રહ્યું છે તેના ફૂટેજ ઉપલબ્ધ રહેશે. ફૂટેજની સમીક્ષા કર્યા પછી હું શિસ્તબદ્ધ પગલાં શરૂ કરીશ.

Leave a Reply

error: Content is protected !!