પ્રાંતિજ ના તાજપુર મા એક મકાન મા તસ્કરો ત્રાટક્યા
– રાત્રી દરમ્યાન એક મકાન ને નિશાન બનાવ્યુ
– તસ્કરો ધર મા ધુસી બે સોનાની લગડીઓ રોકડ રકમ ચોરી કરી ફરાર
– પુત્ર જાગી જતા તસ્કરોએ ગરદન ના ભાગે મારમાર્યો
– મકાન માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર મા રાત્રી દરમ્યાન તસ્કરોએ એક મકાન ને નિશાન બનાવી ધર મા ધુસી ને બે સોનાની લગડીઓ તથા ત્રણ હજાર રોકડ રકમ ની ચોરી કરી તસ્કરો ફરાર થયા તો મકાન માલિક નો પુત્ર જાગીજતા ગળદન ના ભાગે મારમાર્યો તો ચોરી અંગે મકાન માલિક દ્રારા પ્રાંતિજ પોલીસ ને ચોરી અંગે ની જાણ કરી



પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતે રહેતા પટેલ હિતેષ કુમાર ધનજીભાઈ ના ધરે રાત્રીના સમયે ત્રણ જેટલા ત્રસ્કરો દ્રારા ધરમા પ્રવેશ કરી ધરમા રહેલ તિજોરી માંથી સોનાની બે લગડીઓ દશ ગામ ની તથા અંદાજે ત્રણ હજાર જેટલી રોકડ રકમ ચોરી કરી લઈ જતા હતા તે દરમ્યાન મકાન માલિક નો પુત્ર દસ જાગી જતા તસ્કરોએ દર્શ ની ગરદન ના ભાગે મારમાર્યો હતો તો બુમાબુમ થતા ધરના બધા જાગી ગયા હતા તો તસ્કરો મકાન ના પાછલા બારણે થી ભાગી ગયા હતા તો આ અંગે મકાન માલિક હિતેશ કુમાર પટેલ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી
