પ્રાંતિજ ખાતે છાસવારે વીજપ્રવાહ ડુલ થતા નગરજનો મા રોષ
– અવર-નવર વીજપ્રવાહ બંધ થતા રહીશો ગરમી અને બફારામા સેકાઇ જાય છે
– વીજકંપનીમા રજુઆતો બાદપણ પરિસ્થિતિ જેસેથે ની
– રાત્રી ના સમયે વિજ પ્રવાહ બંધ થતા મચ્છરજન્ય રોગોની ભીતી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે છાસવારે વીજપ્રવાહ ડુલ થતા નગરજનોમાં વીજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે તો આડા દિવસે વીજ કંપની દ્રારા વિજ પ્રવાહ બંધ કરી કરવામા આવતા મેન્ટેનન્સ ઉપર પણ અને સવાલો ઉઠયા છે


પ્રાંતિજ ખાતે હમરાહમરા વીજ ધાંધીયા જોવા મળી રહ્યાછે અને અવરનવર છાસવારે પ્રાંતિજમા કેટલાક વિસ્તારોમાં વિજળી ડુલ થતા વુધ્ધો-બાળકો બિમાર સહિત લોકો ગરમી ત્રાહિમામ પોકારી ઉઠે છે અને મચ્છરજન્ય રોગચાળો વધે તેનો ભંય સંતાવે છે તો વીજ કંપની દ્રારા કાયમી ધોરણે ફોલ્ટ શોધી કપ્લેટ દુર કરવામા આવે તેવી માંગ પણ રહીશો દ્રારા ઉઠવા પામી છે ત્યારે અવરનવર નાનીભાગોળ , બજારચોક , ખોડીયારકુવા , ભોઇવાસ , તપોધન વાસ , ભાંખરીયા , એપ્રોચરોડ વિસ્તારોમા દિવસમાં બે થી ચાર વાર વીજપ્રવાહ ડુલ થઈ જાય છે જેને લઈને નગરજનો ગરમી બફારો મા નગરજનો સેકાઇ જાય છે તો વિજકંપની મા અવરનવર રજુઆતો બાદ પણ પ્રાંતિજ વિજ કંપની દ્રારા કાયમી ધોરણે ઉકેલના લાવતા હાલતો નગરજનોમા રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વિજ કંપની દ્રારા સત્વરે કાયમી ધોરણે ઉકેલ લાવે તેવી નગરજનોની માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હાલતો હોતાહે હોને દો ચલતા હે જેવી સ્થિતી જોવા મળી રહી છે
