
બેંગલુરુ એરપોર્ટ પરથી અભિનેત્રી રાન્યા રાવની 14 કિલો સોના સાથે ધરપકડ થઇ અને અભિનેત્રી અત્યારે ચર્ચામાં છે ત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે વિદેશથી ભારત ફલાઇટમાં કેટલું સોનું કાયદેસર સાથે લાવી શકાય.
ભારતમાં કાયદો એવો છે કે જો તમે ડોમેસ્ટીક ફલાઇટમાં મુસાફરી કરતા હો તો ગમે તેટલું સોનું કે કેશ સાથે લઇ જઇ શકો છે, પરંતુ શરત એટલી છે કે,જરૂર પડે તો તમારે એ એક નંબરનું છે એ સાબિત કરવું પડે.
જ્યારે વિદેશથી તમે ફલાઇટમાં આવે તો 1 કિ,ગ્રા સોનું લાવવાની છૂટ છે, એમાં 20 ગ્રામ પુરુષ માટે, 40 ગ્રામ મહિલા માટે એમાં મહત્તમ 1 લાખ રૂપિયા સુધી અને 20થી 40 ગ્રામ બાળકો લાવી શકે છે.