
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આજે મોનીટરી પોલીસીની બેઠક મળી હતી જેમા ગર્વનર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0-.25 બેસીસ પોઇન્ટ ઘટાડવાની જાહેરાત કરી. મતલબ કે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વ્યાજ દર 6.25 ટકા હતો જે હવે 6 ટકા થઇ ગયો છે.
આ પહેલા ફેબ્રુઆરી 2025માં પણ RBIએ રેપોરેટમાં 0.25 બેસીસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. મતલબ કે 4 મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કરી દીધો છે. વ્યાજ દર ઘટવાને કારણે હોમ લોન સસ્તી થશે અને લોકોને EMIમાં ફાયદો થશે. આ ઉપરાંત પર્સનલ લોન, એજ્યુકેશન લોનમાં પણ રાહત થશે.
અર્થતંત્ર ધીમુ પડી રહ્યું હોવાથી એવી ધારણા હતી જ કે RBI વ્યાજ દરમાં ઘટાડો કરશે.