
મહારાષ્ટ્રના શિરડીમાં પોલીસે તાજેતરમાં સાંઇ બાબા મંદિરની બહાર બેઠેલા પચાસેક ભિખારીને પકડી લીધા હતા, જેમાંથી એક ભિખારી અંગ્રેજીમાં ભીખ માંગતો હતો. પોલીસને શંકા ગઇ કારણકે આ વ્યકિત અંગ્રેજીમાં ભીખ માંગતો હતો. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે એમનું નામ કે. એસ. નારાયણ છે અને તેઓ ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક છે.
પોલીસે જ્યારે કે. એસ. નારાયણને ભીખ માગવાનું કારણ પુછ્યું તો તેમણે ક્હ્યુ કે, નાસિકમાં તેમની પૈસા અને જરૂરી દસ્તાવેજો સાથેની બેગ ચોરાઇ ગઇ હતી. શિરડીમાં 4-5 દિવસ રહેવાનું હતું. જે થોડા પૈસા હતા તે બધા પતી ગયા હતા એટલે સાંઇ બાબાના મંદિરની બહાર ભીખ માંગવા બેઠો હતો. પોલીસને બધી માહિતી સાચી લાગી એટલે નારાયણને છોડી દીધા હતા.
જો કે સવાલ એ છે કે, ભલે પૈસા ચોરાઇ ગયા, કોઇકની પાસે ફોન માંગીને પણ નારાયણ મદદ માંગી શકતે એના માટે ભીખ માંગવના જરૂર નહોતી.