

એક સમયે ઇંદોર અને વડોદરાના રાજ ઘરાનામાં જોવા મળતો 24 કેરેટનો ધ ગોલકોન્ડા બ્લુ ડાયમંડની 14 મે 2025ના દિવસે હરાજી થવાની છે અને આ ડાયમંડ 400 કરોડ રૂપિયામાં વેચાવવાની ધારણા રાખવામાં આવી છે.
નાસપતિ આકારનો આ ડાયમંડ ભારતની રાજા શાહી સાથે જોડાયેલો છે. આ ડાયમંડ ઇંદોરના મહારાજા ચશવંત હોલ્કર પાસે હતો જે 1947માં કિંગ ઓફ ડાયમંડ તરીકે ઓળખાતા હેરિ વિંટસેન ખરીદ્યો હતો અને એ પછી વડોદરાના મહારાજા પાસે આવ્યો હતો. વડોદરાના મહારાજાએ હેરી પાસેથી બ્લુ ડાયમંડ ખરીદ્યો હતો. વડોદરાના મહારાજાએ પાછો એ ડાયમંડ હેરીને વેચી દીધો હતો. હેરી વિંટસને ડિઝાઇન બદલીને બે વખત અન્ય વ્યક્તિને આ ડાયમંડ વેચ્યો હતો. ધ ગોલકાન્ડા બ્લુ એ એક દુર્લભ ડાયમંડ છે.