લો બોલો પ્રાંતિજ પાલિકા ને લીકેજ ના મળતા હરિઓમ પાર્ક સોસાયટી ઝાડા ઉલ્ટી મા સપડાઈ
– ઉનાળાના પ્રારંભ સાથે પ્રાંતિજ માં પ્રદુષિત પાણીની મોકાણ શરૂ ?
– આઠ બાળકો સહિત કુલ ૧૮ લોકોને ઝાડા ઉલ્ટી
– પ્રાંતિજ પાલિકા મા અનેકવાર રજુઆતો છતાંય પાલિકા દ્રારા કોઇ જ કાર્યવાહી ના કરી
– રાત્રી ના બાર વાગે વધુ બે બાળકો ને ઝાડા ઉલ્ટી થતા સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– છેલ્લા બે દિવસ થી સોસાયટીમા ઝાડા ઉલ્ટી ના કેસો વધ્યા
– આરોગ્ય વિભાગ ની બે ટીમો દ્રારા સોસાયટી મા સર્વે કર્યુ
– દવાઓ સહિત દુષિત પાણીના પીવા સૂચનાઓ આપવામા આવી
– આરોગ્ય વિભાગ ની ટીમ દ્રારા માતુછાયા પાસે રહેલ લીકેજ ચેક કરવામા આવ્યુ
– આરોગ્ય વિભાગ ની ટીમ દ્રારા આવતી કાલે પાણી ના સેમ્પલ લઈ લેબોટરી ટેસ્ટ માટે મોકલી અપાશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ હરીઓમ પાર્ક સોસાયટી મા છેલ્લા બે દિવસ થી પાણી જન્ય રોગચાળો ફાટી નિકળતા બાળકો સહિત કુલ ૧૮ જેટલા ઝાડા ઉલ્ટી ના કેસો મળી આવ્યા હતા તો ઝાડા ઉલ્ટી ના કેસોને લઈ ને સોસાયટી ના રહીશો સહિત આજુબાજુની સોસાયટી ના રહીશો મા ભંય નો માહોલ

પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ હરીઓમ પાર્ક સોસાયટી મા છેલ્લા કેટલાય દિવસ થી ગંદા પાણીને ને લઈ ને સોસાયટી ના રહીશો દ્રારા પ્રાંતિજ પાલિકા મા રજુઆત કરવા છતાંય નઠોર પાલિકા દ્રારા શુધ્ધ પાણીની વ્યવસ્થા ના કરાતા આખરે ગરમી વધવાની સાથે પાણી જન્ય રોગચાળો પણ વકર્યો હતો જેમા સોસાયટી ના આઠ નાના બાળકો થી લઈ ને ૧૦ મોટા લોકો સહિત કુલ-૧૮ થી વધારે લોકોને ઝાડા ઉલ્ટી થતા અલગ અલગ જગ્યાએ સારવાર લેવાનો વારો આવ્યો હતો તો સોસાયટી ના અન્ય લોકોને પણ પેટમા ચુક આવવી તથા ગેસ્ટો , ઉબકા સહિત ની બુમરાહ ઉઠવા પામી હતી તો છેલ્લા બે દિવસ મા ઝાડા ઉલ્ટી ના સતત કેસોમા વધારો જોવા મળી રહેતા સોસાયટી ના રહીશો સહિત આજુબાજુ મા રહેતા સોસાયટી ના રહીશો મા પણ ભંય નો માહોલ જોવા મળી રહ્યો છે

તો પ્રાંતિજ આરોગ્ય વિભાગ ને જાણ થતાજ વહેલી સવારથીજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર ર્ડા.બીપીનભાઈ પટેલ , પ્રાંતિજ અર્બન મેડીકલ અધિકારી નિમેષ ભાઇ પટેલ , વિપુલભાઈ પટેલ સહિત આશાબેનો સહિત બે ટીમો બનાવી સોસાયટી મા સહિત આજુ બાજુ મા સર્વે હાથ ધર્યો હતો અને સર્વે દરમ્યાન જરૂરિયાત દવાઓ સહિત ઓવારેસ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ અને જરૂરી સૂચનાઓ પણ આપવામા આવી હતી તો માતુછાયા સોસાયટી સામે રહેલ લીકેજ ની સ્થળ મુલાકાત પણ લેવામા આવી હતી તો પ્રાંતિજ આરોગ્ય વિભાગ ની ટીમ દ્રારા આવતી કાલે પાણી ના સેમ્પલ લઈ ને ગાંધીનગર ખાતે આવેલ લેબોટરી મા ચેક કરવા માટે મોકલી આપવામા આવશે

ત્યારે હાલતો સોસાયટી ના રહીશો ની અનેકવાર રજુઆતો છતાંય પ્રાંતિજ પાલિકા દ્રારા કુંભકર્ણ નિંદ્રા મા હોય તેવુ સ્પષ્ટ પર્વે જણાઇ આવે છે અને જો કોઈ મોટી ધટના બનશે તો પાલિકાના શિરે જવાબદારી રહેશે તેવુ સોસાયટી ના રહીશો જણાવી રહ્યા છે ત્યારે હવે જોવુ એ રહ્યુ કે ખુદ પ્રાંતિજ પાલિકા પ્રમુખ ના વોર્ડ માંજ દુર્ગંધ દુષિત પાણી ની સમસ્યા તથા ઝાડા ઉલ્ટી ના કેસો મળી આવ્યા છે ત્યા







રે હાલતો કોઇ વોર્ડ -૨ ના કોર્પોરેટર કે પાલિકા ના અધિકારીઓ સોસાયટીમા હજુ સુધી ફરકયા નથી ત્યારે આરોગ્ય વિભાગે તેની ફરજ બજાવી રજાના દિવસે પણ બે ટીમો બનાવી સર્વે હાથ ધર્યો હતો ત્યારે હવે જોવુ એ રહ્યુ કે પ્રાંતિજ પાલિકા દ્રારા લીકેજ ખોરવાનો પ્રયત્ન કે પછી હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિત જોવા મળશે એ તો હવે જોવુ રહ્યુ
