

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(SGCCI)માં વર્ષ 2025-26 માટે પ્રમુખ તરીકે નિખીલ મદ્રાસીની વરણી થઇ ચૂકી છે અને ઉપપ્રમુખ માટે કેટલાંક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.SGCCIની વર્ષોની પરંપરા છે કે જે ઉપપ્રમુખ હોય તે આપોઆપ પ્રમુખ બને અને ઉપપ્રમુખ માટે જે ઉમેદવારો ફોર્મ ભરે તેના માટે પૂર્વ પ્રમુખો બેઠક કરે અને એક ઉમેદવાર નક્કી થાય એટલે બાકીના ઉમેદવારો તેમના ફોર્મ પાછા ખેચીં લે. આ વખતે FOGWAના પ્રમુખ અશોક જીરાવાળાનું નામ નક્કી થઇ ચૂક્યુ હતું, બધા ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા, પરંતુ કોંગ્રેસના નેતા અને SGCCIના સભ્ય નીતિન ભરૂચા 14 એપ્રિલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે જ ગાયબ થઇ ગયા એટલે એમનું ફોર્મ ન ખેંચાયું. આખરે હવે 27 એપ્રિલે ચૂંટણી કરવાની ફરજ પડી છે.