

સોશિયલ મીડિયામાં જગન્નાથ પુરી મંદિરનો એક વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં ગરુડ એક વિશાળ ધ્વજ લઇને મંદિરની ઉપર ઉડતું દેખાય રહ્યું છે. આ જોઇને લોકો ચોંકી ગયા છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલમાં જ્યોતિષાચાર્ય આશિષ રાવલે કહ્યું કે, ઓડિશાના જગન્નાથ મંદિરનો ધ્વજ ગરુડ લઇને ઉડી ગયો. આ ઘટનાને સામાન્ય ઘટના કહી શકાય નહીં. ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું છે અને આ સંકેત સારા નથી. ગરુડ ભગવાન વિષ્ણુનું વાહન છે.
આ ઘટનાથી એવા સંકેત મળી રહ્યા છે કે, અર્થતંત્રમાં આર્થિક ભીંસ વધે, મહામંદીની ઘટનાનું નિર્માણ થાય. આફતોનુ અશુભ એંધાણ દેખાય રહ્યું છે. ધાર્મિક ઉન્માદ,ઝઘડા, ધાર્મિક સ્થાનો પર હુમલા, વાદ વિવાદ વધશે. મંદિર તરફથી હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.