પ્રાંતિજ તાજપુર કુઈ ખાતે રોડ સમારકામ શરૂ, વાહનચાલકોની સુરક્ષા અંગે ચિંતા યથાવત
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના તાજપુર કુઈ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉબડખાબડ અને નુકસાનગ્રસ્ત બનેલા રોડને ઉચ્ચ ગુણવત્તાવાળા ડામરથી ફરીથી તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે


ચોમાસા પહેલાં હિંમતનગરથી અમદાવાદ તરફ આવેલા તમામ બ્રિજ અને રોડના સમારકામનું કામ પણ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવ્યું છે હાઇવેના જાળવણી કાર્ય સાથે સંકળાયેલી કંપની દ્વારા જરૂરી મશીનરી અને સાધનો તહેનાત કરવામાં આવ્યા છે, જેથી કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે જોકે, તાજપુર કુઈ ખાતે ડાયવર્ઝન આપવામાં ન આવતા બંને સર્વિસ રોડ પરથી વાહનોની અવરજવર ચાલુ છે. પરિણામે બંને બ્રિજ પર નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ યથાવત રહેતાં વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાજપુર કુઈ તેમજ મજરા ચોકડી વિસ્તારમાં ચાલી રહેલું સમારકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને જરૂરી ટ્રાફિક વ્યવસ્થા તથા ડાયવર્ઝનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી અકસ્માતોની સંભાવના ઘટે અને લોકોને સુરક્ષિત મુસાફરી મળી રહે