પ્રાંતિજ પોલીસે ચાર મહિનાથી ફરાર સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ પોલીસને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ સજા પામેલા અને છેલ્લા ચાર માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), ગાંધીનગર વિભાગ, ગાંધીનગર, પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ (IPS), સાબરકાંઠા તથા વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરીયાના સતત માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પોલીસની ટીમ સજા વોરંટના આરોપીઓની શોધખોળમાં સક્રિય હતી દરમિયાન અ.હે.કો. હરેશકુમાર ગેમરભાઈ ને ખાનગી બાતમી મળી હતી કે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબના સજા વોરંટનો આરોપી પરેશકુમાર કચરાભાઈ પટેલ, રહે. અંબાવાડા, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા પોતાના ગામ અંબાવાડામાં હાજર છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પરેશકુમાર કચરાભાઈ પટેલને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરી કોર્ટ હવાલે કર્યો હતો ઉલ્લેખનીય છે કે આરોપી છેલ્લા ચાર માસથી ફરાર હતો. પ્રાંતિજ પોલીસની સતર્કતા અને સતત પ્રયત્નોના પરિણામે ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળતા પોલીસ વિભાગમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે