પ્રાંતિજ એસટી ડેપોની બેદરકારીથી પરિવાર સ્વજનની અંતિમ ક્રિયામાં પહોંચી શક્યો નહીં
– પ્રાંતિજ ડેપો મા બસ ના આવતા પરિવાર અંતિમ ક્રિયા મા પહોચી શક્યો નહી
– ડ્રાઈવર- કંડક્ટર સહિત એસટી વિભાગ ની બેદરકારી સામે આવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટી ડેપોની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઓનલાઈન રિઝર્વેશન કરાવ્યા છતાં નિર્ધારિત બસ પ્રાંતિજ બસ સ્ટેશન પર ન આવતા એક પરિવાર પોતાના સ્વજનની અંતિમ ક્રિયામાં સમયસર હાજરી આપી શક્યો નહોતો ઘટનાને લઈને પરિવારજનોએ એસટી તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે







પ્રાપ્ત માહિતી અનુસાર પ્રાંતિજ ખાતે રહેતા વિજયભાઇ બ્રહ્મભટ્ટ ના સ્વજન અને પત્નીના મોટા બાનું જુનાગઢ ખાતે અવસાન થતાં પરિવાર અંતિમ ક્રિયામાં હાજરી આપવા માટે પ્રાંતિજથી જુનાગઢ જવા નીકળ્યો હતો આ માટે પરિવારે અગાઉથી વિજયનગર-જુનાગઢ એસટી બસમાં ઓનલાઈન રિઝર્વેશન કરાવ્યું હતું બસનો નિર્ધારિત સમય રાત્રે ૯:૨૫ વાગ્યાનો હતો, જેના કારણે પરિવાર રાત્રે ૯ વાગ્યે જ પ્રાંતિજ બસ સ્ટેશન પર પહોંચી ગયો હતો પરંતુ નિર્ધારિત સમય વીતી જવા છતાં બસ પ્રાંતિજ ડેપો પર પહોંચી નહોતી પરિવાર સતત બસની રાહ જોતો રહ્યો અને રાત્રે ૧૧ વાગ્યા સુધી બસ સ્ટેશન પર બેસી રહ્યો હતો બાદમાં ઓનલાઈન તપાસ કરતાં જાણવા મળ્યું કે વિજયનગર-જુનાગઢ બસ પ્રાંતિજ સ્ટોપ પર આવ્યા વગર જ સીધી ચિલોડા તરફ નીકળી ગઈ હતી પરિવારનો આક્ષેપ છે કે એસટી વિભાગની બેદરકારી અને લાપરવાહીના કારણે તેઓ પોતાના સ્વજનની અંતિમ ક્રિયામાં હાજરી આપી શક્યા નહોતા, જેના કારણે તેમને માનસિક અને ભાવનાત્મક આઘાત સહન કરવો પડ્યો છે ઘટનાને પગલે સ્થાનિક મુસાફરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે મુસાફરોનું કહેવું છે કે ઓનલાઈન ટિકિટ બુક કરાવ્યા છતાં જો બસ નિર્ધારિત સ્ટોપ પર ન આવે તો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અગાઉ પણ ચડોરા ડેપોની બસ સમયસર ન આવતા રાજસ્થાન જવા નીકળેલા એક મુસાફરને પ્રાંતિજ ડેપો પર કલાકો સુધી રાહ જોવી પડી હતી અને અંતે અડધી રાત્રે ઘરે પરત ફરવું પડ્યું હતું આ ઘટનાએ એસટી વિભાગની કામગીરી, જવાબદારી અને મુસાફરોને આપવામાં આવતી સેવાઓ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે હવે જોવાનું રહ્યું કે એસટી વિભાગ આ ગંભીર મામલે જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી મુસાફરોને આવી જ પરેશાનીઓનો સામનો કરવો પડશે સ્થાનિક લોકોએ એસટી તંત્રને કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી મુસાફરોને વધુ સારી અને જવાબદાર સેવા પૂરી પાડવા અપીલ કરી છે