fbpx

‘એક મંદિર, એક કૂવો, એક સ્મશાન’નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

Spread the love
'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન ‘સ્વયંસેવકો’ને સંબોધતા કહ્યું કે હિન્દુ સમાજે એક મંદિર, એક કૂવો અને એક સ્મશાનના સિદ્ધાંતને અપનાવીને સામાજિક એકતાને મજબૂત બનાવવી જોઈએ.

mohan bhagwat

મોહન ભાગવતે કહ્યું કે એકતા દ્વારા ભારતની જવાબદારી માત્ર સામાજિક સ્તરે જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પૂર્ણ કરી શકાય છે. તેમણે બે ‘શાખાઓ’માં ‘સ્વયંસેવકો’ ની મુલાકાત કરી અને ભાર મૂક્યો કે સાચી સામાજિક એકતા વિના આપણે વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપિત કરી શકતા નથી.

RSSના સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ સમાજનો આધાર “સંસ્કાર” છે, અને સમાજને પરંપરાગત, સાંસ્કૃતિક અને નૈતિક સિદ્ધાંતો પર આધારિત બનાવવો જરૂરી છે.

સમાજના તમામ વર્ગો સાથે જોડાવાની કરી અપીલ

મોહન ભાગવતે ‘સ્વયંસેવકો’ને અપીલ કરી કે તેઓ સમાજના તમામ વર્ગો સાથે જોડાવાનો પ્રયાસ કરે અને તેમને તેમના ઘરે આમંત્રિત કરે જેથી એકતા અને સંવાદિતાનો સંદેશ પાયાના સ્તરે ફેલાવી શકાય. તેમણે એમ પણ કહ્યું કે પરિવાર એ સામાજિક એકમનો મૂળભૂત ભાગ છે, જેનાથી ‘સંસ્કાર’ ના મજબૂત કૌટુંબિક મૂલ્યો પર ઊભો રાખવામાં આવ્યો છે.

mohan bhagwat

તહેવારો સાથે મળીને ઉજવવાની કરી અપીલ

RSS પ્રમુખે એવું પણ સૂચન કર્યું કે  સામૂહિક રીતે તહેવારો ઉજવવા જોઈએ જેથી રાષ્ટ્રવાદ અને સામાજિક એકતાના મૂળ મજબૂત બને.

error: Content is protected !!