fbpx

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

Spread the love
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ હુમલો જેને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ “અત્યંત ગંભીર અને અભૂતપૂર્વ” ગણાવ્યો બેસરન ખીણમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત અનેક લોકો ઘાયલ થયા છે. 

બેસરન ખીણ, જેને ‘મિની સ્વિટ્ઝર્લેન્ડ’ તરીકે ઓળખવામાં આવે છે તે પહલગામથી લગભગ 5 કિલોમીટર દૂર આવેલી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. આ વિસ્તારમાં પગપાળા અથવા ઘોડેસવારી દ્વારા જ પહોંચી શકાય છે જેના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ ઊભી થઈ. સ્થાનિક સૂત્રો અનુસાર આતંકવાદીઓએ બપોરે લગભગ 2:30 વાગ્યે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા. હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) લશ્કર-એ-તૈયબાની એક શાખાએ લીધી છે.

Pahalgam Baisaran Attack

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ પ્રવાસીઓની ઓળખ અને ધર્મ પૂછીને ગોળીબાર કર્યો જેમાં એક મહિલાએ જણાવ્યું કે તેના પતિને નિશાન બનાવવામાં આવ્યા. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઘાયલોને હેલિકોપ્ટર અને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની નિંદા કરી અને ખાતરી આપી કે “આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને બક્ષવામાં નહીં આવે.” કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગર પહોંચીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને કડક કાર્યવાહીની ચેતવણી આપી. 

Pahalgam Baisaran Attack

આ હુમલાએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે ખાસ કરીને જ્યારે અમરનાથ યાત્રા નજીક છે. સ્થાનિક નેતાઓ અને રાજકીય પક્ષોએ આ હુમલાને “કાશ્મીરની આતિથ્ય પર હુમલો” ગણાવી તેની નિંદા કરી છે.

error: Content is protected !!