fbpx

રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
રિચ ડેડ પુઅર ડેડના લેખકે જણાવ્યો અમીર બનવાનો નવો ફોર્મ્યૂલા, કહ્યું- મંદીમાં જઈ રહ્યું છે અમેરિકા

પર્સનલ ફાઇનાન્સનું પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ વાંચ્યું જ હશે. વાંચ્યું નહીં હોય, તો નામ તો સાંભળ્યું જ હશે. આ પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પોસ્ટ કરી છે. જેમાં તેમણે કહ્યું છે કે, અમેરિકા મંદી તરફ જઈ રહ્યું છે. સાથે જ તેમણે લોકોને અમીર બનવાનો ફોર્મ્યૂલા પણ બતાવ્યો છે. કિયોસાકીએ કહ્યું કે, અમેરિકા આ સમયે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે.

robert-kiyosaki

રોબર્ટ કિયોસાકીએ X પર લખ્યું કે, ‘2025માં ક્રેડિટ કાર્ડનું દેવું ખૂબ વધી ગયું છે. અમેરિકાનું દેવું પહેલા કરતા ખૂબ વધી ગયું છે. બેરોજગારી ઓછી થઈ રહી નથી. અમેરિકનોના રિટાયરામેન્ટ સેવિંગ એકાઉન્ટમાં પૈસા ઘટી રહ્યા છે. પેન્શનની ચોરી થઈ રહી છે. એવું કહી શકાય કે અમેરિકા એક મોટી મંદી તરફ આગળ વધી રહ્યું છે. જોકે, આ પોસ્ટમાં કિયોસાકીએ લોકોને અમીર બનવાનો ફોર્મ્યૂલા પણ બતાવ્યો. તેમણે કહ્યું કે, આ મંદી બાદ ઘણા લોકો ‘નવા અમીર’ બની શકે છે. તેમણે લોકોનેને સૂચન આપ્યું કે, તેઓ સોનું, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરે કેમ કે, તેમની કિંમતો ખૂબ વધશે.

કિયોસાકીના જણાવ્યા અનુસાર, વર્ષ 2035 સુધી, એક બિટકોઈનની કિંમત 10 લાખ ડોલરથી વધુ થઈ જશે. આ સમયે એક બિટકોઈન 85,000 ડોલરનો મળી રહ્યો છે. સોના બાબતે, તેમણે અનુમાન લગાવ્યું કે તેની કિંમત 30,000 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી જશે. હાલમાં તે 3300 ડોલર પ્રતિ ઔંસની નજીક છે. કિયોસાકીએ ચાંદીની કિંમત બાબતે પણ અનુમાન લગાવ્યું છે. તેમણે કહ્યું કે, આગામી 10 વર્ષમાં ચાંદીની કિંમત 3,000 ડોલર પ્રતિ સિક્કા સુધી સુધી પહોંચી જશે, જે અત્યારે 32 ડોલરની છે. તેમણે આગામી 10 વર્ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બતાવ્યા છે.

error: Content is protected !!