

પહેલગામની ઘટના પછી ભારત સરકારે સિંધુ જળ સંધિનિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960થી સિંધુ જળ સંધુ લાગુ છે. તે વખતના ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની સેનાના જનરલ અયુબ ખાને કરાંચીમાં હસ્તાક્ષપ કર્યા હતા.
સિંધુ નદી ચીનના કબ્જાવાળા તિબેટમાં કૈલાશ પર્વત નજીક એક ગ્લેશિયરમાંથી નિકળે છે અને ઉત્તર-પશ્ચિમ તરફ વહીને લદાખમાં પ્રવેશ કરે છે.લદાખથી આ નદી કશ્મીર થઇને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને અરબી સમુદ્ધમાં ભળી જાય છે.
સિંધુ નદીનો સોર્સ ભારતમાં છે એટલે પાકિસ્તાનને પાણી મળતું બંધ થશે તો ખેતી અને પીવાના પાણી માટે પાકિસ્તાને વલખા મારવા પડશે. ઉપરાંત વીજળી માટે પણ આ પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરે છે તો વીજ સંકટ પણ ઉભું થવાની સંભાવના છે.