fbpx

લાંચ લેતા પકડાયેલા મામલતદાર અને ડ્રાઇવરના એક દિવસના રિમાન્ડ મંજૂર

Spread the love

લાંચ લેતા પકડાયેલા મામલતદાર અને ડ્રાઇવરના એક દિવસના રિમાન્ડ મંજૂર


 


પ્રાંતિજ તાલુકામાંથી રેતી, કપચી ભરીને જતાં વાહનોને રોકવા નહીં તે માટે પ્રાંતિજના મામલતદાર અને ડ્રાઇવરે જાગૃત નાગરિક પાસેથી લાંચ માંગી હતી પરંતુ ગુરૂવારે ગોઠવાયેલા લાંચના છટકામાં આ બન્ને જણા પકડાઇ ગયા હતા ત્યારબાદ ગાંધીનગર એસીબીએ તેમની અટકાયત કરી હતી દરમિયાન વધુ તપાસ માટે આ બન્ને જણાને શુક્રવારે હિંમતનગરની સેશન્સ કોર્ટમાં રજૂ કરાયા હતા જયાં ન્યાયાધીશે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજના મામલતદાર જગદીશ ડાભી તથા ડ્રાઇવર કમલેશ પરમાર ગુરૂવારે પ્રાંતિજ મામલતદાર કચેરીના પાછળના ભાગે એક જાગૃત નાગરિક પાસેથી વાહનો જવા દેવાના બહાને રૂપિયા ૫૦ હજારની લાંચ માંગી હતી પરંતુ આ જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર એસીબીની મદદથી લાંચનું છટકુ ગોઠવાયું હતુ જેમાં મામલતદાર અને ડ્રાઇવર રંગે હાથ પકડાઇ જતાં પ્રાંતિજ મામલતદાર કચેરીમાં સોપો પડી ગયો હતો મામલતદાર અને ડ્રાઇવરને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવાયા બાદ વધુ તપાસ માટે તેમને શુક્રવારે હિંમતનગરની સેશન્સ કોર્ટમાં રજૂ કરાતા ન્યાયાધીશએ એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે એસીબી હવે વધુ તપાસ કરશે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!