
પ્રાંતિજ ખાતે તક્ષશિલા વિધાલય ની વિધાર્થીઓ દ્રારા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરી
– સબજેલ ખાતે પણ જેલર તથા સ્ટાફ કેદી ભાઇઓ ને રાખડી બાંધી
– રાખડી બાંધી રક્ષાબંધન ની ઉજવણી કરવામા આવી
– વિધાર્થીનીઓ દ્રારા રક્ષાબંધન ના પવિત્ર દિવસ ની ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તક્ષશિલા વિધાલય ની વિધાર્થીઓ દ્રારા રક્ષાબંધન ના પવિત્ર દિવસ ને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઇ ને પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાસૂત્ર કાર્યક્રમ યોજ્યો






પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ તક્ષશિલા વિધાલય ની વિધાર્થીઓ દ્રારા રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામા આવી હતી જેમા વિધાર્થીઓ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઇ ને પ્રાંતિજ પીઆઈ આર.આર.દેસાઇ તથા પોલીસ ભાઇઓને રાખડી બાંધી હતી અને સબજેલ ખાતે જઇ ને જેલર બી.આઇ.દેસાઇ તથા સ્ટાફ તથા જેલમા રહેલ કેદી ભાઇઓ ને રાખડી બાંધી હતી તો જેલ સંકુલ મા આયોવેદિક વુક્ષો નુ વુક્ષારોપણ પણ વિધાર્થીઓ દ્રારા કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે આચાર્ય તથા સ્ટાફ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી
જીલ રાવલ સાબરકાંઠા
