

ગુજરાત સરકારે ધ મોટર વ્હીકલ એક્ટ 1958માં સુધારો કર્યો છે, જેને કારણે હવે સરકાર જે કોર્મશિયલ વાહનોનો ટેક્સ બાકી હશે તેમના વાહનો જપ્ત કરી શકશે અને વેચાણ પણ કરી શકશે. જો કોઇ સંજોગોમાં વાહન નહીં મળશે તો એવા વાહન માલિકોની સંપત્તિ પર બોજો નાંખવામાં આવશે અને જ્યારે વાહન માલિક મિલ્કત વેચવા જશે તો વેચી શકશે નહી. એ પહેલાં સરકાર તેની પાસે ટેક્સ ભરાવડાવશે.
આવું પગલું લેવાન સરકારને એટલા માટે જરૂર પડી, કારણકે વાહન માલિકોનો વ્યાજ અને દંડ સાથેનો કુલ 1425 કરોડ રૂપિયાનો વેરો ભરવાનો બાકી છે. વારંવાર વિનંતી કરવા છતા ઘણા વાહન માલિકો ટેક્સ ભરતા નથી એટલે સરકારે કડક બનવું પડ્યું છે.
