

ભાવનગરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ યોગેશ બદાણીના ફેસબુક પ્લેટફોર્મ પરથી એક પોસ્ટ વાયરલ થઇ હતી, જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, ભાજપ હટાવો, દેશ બચાવો. આ પોસ્ટ વાયરલ થવાને કારણે હંગામો મચી ગયો અને 13 જ મિનિટમા પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી.
યોગેશ બદાણીએ મીડિયા સાથેની વાતચીતમા કહ્યુ હતું કે, જ્યારે હું ભાવનગર શહેરનો પ્રમુખ હતો ત્યારે ઘણા કાર્યકરોની પાસે મારા ફેસબુકના આઇડી પાસવર્ડ હતા એટલે કોઇકે દુરપયોગ કર્યો હશે અથવા મારું એકાઉન્ટ હેક થયું હશે. મારા કાર્યકરોએ જ્યારે આ પોસ્ટ વિશે મને જાણ કરી ત્યારે મેં તરત જ ડિલીટ મારી દીધી હતી. યોગેશ બદાણી 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે.
