fbpx

રાહુલ ગાંધી ચૂંટણી પંચને શપથ પત્ર આપવાની કેમ ના પાડે છે?

Spread the love
રાહુલ ગાંધી ચૂંટણી પંચને શપથ પત્ર આપવાની કેમ ના પાડે છે?

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે ભારતના ચૂંટણી પંચની સામે ઘાલમેલના પુરાવા રજૂ કરીને ખડભડાટ મચાવી દીધો હતો.રાહુલે પ્રેસકોન્ફરન્સમાં 1 કલાક 11 મિનિટમાં 22 પાનાનું પાવરફુલ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. એ પછી ચૂંટણી પંચે કહ્યુ હતું કે, રાહુલ ગાંધી આ આરોપો માટે શપથ પત્ર રજૂ કરે.

શુક્રવારે બેંગલુરુની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે, ચૂંટણી પંચ મારી પાસે શપથ પત્ર માંગે છે. તો મારે ચૂંટણી પંચને કહેવું છે કે, મેં દેશની સંસદમાં અંદર બંધારણ પર હાથ મુકીને શપથ લીધા છે.ચૂંટણી પંચ મને જવાબ આપવાને બદલે વેબસાઇટ બંધ કરીને બેસી ગયું છે. રાહુલે કહ્યું કે, ચૂંટણી પંચે રાજસ્થાન બિહારમાં પોતાની વેબસાઇટ બંધ કરી દીધી છે.

error: Content is protected !!