
-copy7.jpg?w=1110&ssl=1)
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને જેલ ભેગા કરનાર ED અધિકારી કપિલ રાજે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જોઇન કરી લીધી છે. 8 વર્ષ EDમાં રહ્યા બાદ કપિલ રાજે 17 જુલાઇ 2025ના દિવસે સ્વૈચ્છિક રાજીનામું આપ દીધું હતું અને તે વખતે તેમણે વ્યકિતગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહ્યુ હતું.
કપિલ રાજ EDમાં જોઇન્ટ ડીરેકટર તરીકે સેવા આપતા હતા. આ પહેલા તેઓ જ્યારે મુંબઇ EDમાં હતા ત્યારે હીરાના કૌભાંડીઓ નિરવ મોદી અને મેહુલ ચોકસીના નાણાકીય કૌભાંડોની પણ તેમણે તપાસ કરી હતી. કેજરીવાલ અને હેમંત સોરેન જેવા નેતાઓને જેલ ભેગા કરવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી.
રિલયાન્સે નિવેદન બહાર પાડીને કહ્યુ હતું કે, અમે કંપનીમાં જોઇનીંગ અને નોકરી છોડવા વિશે કોઇ નિવેદન આપતા નથી.

