

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) શતાબ્દિ વર્ષ મનાવી રહ્યું છે. આ વખતે વિજ્યા દશમીના દિવસે RSSના 100 વર્ષ પુરા થવાના છે. સંઘે એ પહેલા માટે લેક્ચર સીરિઝનું આયોજન કર્યું છે અને આ વખતે વિપક્ષના નેતાઓને પણ વક્તા તરીકે બોલાવવામાં આવશે.
26-27 અને 28 ઓગસ્ટ એમ 3 દિવસ દેશના 4 મહાનગરો દિલ્હી, મુંબઇ, બેંગલુરુ અને કોલકાત્તામાં સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. આ લેકચરમાં કોંગ્રેસ નેતા શશી થરૂર, મનીષ તિવારી, આનંદ શર્મા અને સલમાન ખુરશીદને આમંત્રણ મોકલવામાં આવશે ઉપરાંત AIMIMના નેતા ઔવેસી, શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રિયંકા ચતુર્વેદી, DMKના કનિમોઝી, નેશનલ કોન્ફરન્સના મિયા અલ્તાફ મોહમંદ,JUMLના ઇટી મોહમંદ બશીર અને પૂર્વ કેન્દ્રી મંત્રી અને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે.

