

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત પછી ભારતના કેટલાંક ઉદ્યોગોમાં ભારે ચિંતા ઉભી થઇ છે, ખાસ કરીને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને મોટો ફટકો પડી શકે તેમ છે. પહેલા ડાયમંડ પર ઝીરો ટકા ડ્યુટી હતી અને જવેલરી પર 6 ટકા ડ્યુટી હતી હવે ડાયમંડ અને જ્વેલરી બંને પર 50 ટકા ટેરિફ લાગશે.
આ બાબતે અમે જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ(GJEPC)ના ચેરમેન કિરીટ ભણશાળી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પના ટેરિફને કારણે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર ગંભીર અસર પડવાની છે. ખાસ કરીને આ ઉદ્યોગ સાથે જોડાયેલા 1.50 લાખ લોકોની રોજગારી પર મોટી અસર પડશે.

