fbpx

કાંતિ અમૃતિયાએ ગોપાલ સામે એવું કેમ કહ્યું કે મોરબીમાં 500 ગાંડા છે, 501મો ગાંડો હું છું

Spread the love
કાંતિ અમૃતિયાએ ગોપાલ સામે એવું કેમ કહ્યું કે મોરબીમાં 500 ગાંડા છે, 501મો ગાંડો હું છું

રાજકારણની તાસીર જુઓ, જે બે નેતાઓ એકબીજાની સામે પડકાર ફેંકતા હતા અને એકબીજાની સામે ઘુરકીયા કરતા હતા એ જ નેતાઓ જ્યારે ગાંધીનગરમાં મળ્યા ત્યારે મજાક મસ્તી સાથે વાતો કરતા જોવા મળ્યા. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા થોડા દિવસો પહેલાં પડકાર ફેંકતા હતા.

ધારાસભ્ય બન્યા પછી ગોપાલ ઇટાલિયા કેટલાંક મુદ્દાઓને લઇને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા ગયા હતા અને રજૂઆત કરીને નીચે આવ્યા ત્યારે સ્વર્ણિમ સ્કુંલ નીચે કાંતિ અમૃતિયા મળી ગયા હતા. અમૃતિયા ઇટાલિયાને જોઇને મળવા દોડી ગયા હતા.

ગુજરાત સમાચારના એક અહેવાલમાં કહેવાયું છે કે, ગોપાલની સામે કાંતિ અમૃતિયાએ કહ્યુ કે, મોરબીમાં 500 કાર્યકર્તા ગાંડા છે અને હું 501મો ગાંડો છું.

error: Content is protected !!