fbpx

પ્રાંતિજ ખાતે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્રારા આવેદન પત્ર આપી રજૂઆત કરી

Spread the love

પ્રાંતિજ ખાતે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્રારા આવેદન પત્ર આપી રજૂઆત કરી
– પ્રાંતિજ પ્રાંન્ત અધિકારી ને આવેદનપત્ર આપ્યુ
– આવેદનપત્ર આપીને લેખિત-મૌખિક રજુઆત કરી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્રારા પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે આવી ને પ્રાંતિજ-તલોદ ના પ્રાંન્ત અધિકારી ને આવેદનપત્ર આપી રજુઆત કરી


   ગુજરાત માં કુલ -૧૪૬ સમુદાયો ઓબીસી શ્રેણીમાં સમાવિષ્ટ છે પરતુ માત્ર ૨૦ જેવા સામાજીક ,શૈક્ષણિક અને આર્થિક રીતે સમુધ્ધ સમાજો જ તેનો લાભ લે છે આ ૨૦ સમુદાયનો સંખ્યા ઓબીસી ની કુલ સંખ્યાની ૨૦ % પણ નથી પણ ૮૦% અનામત ની સીટ લેછે બીજી તરફ ઠાકોર, કોળી, દેવીપુજક, રાવળ, ગોસ્વામી, વણઝારા , ધોબી , નાયી  ,મોચી જેવા ૧૦૦ થી વધુ ઓબીસી મા આવતા વિકાસ થી વંચિત સમુદાયો કોઇ સકારાત્મક લાભ મેળવી શકતા નથી આ તફાવત દુર કરવા ગુજરાત મા પણ ઓબીસી અનામત વર્ગીકરણ તાત્કાલિક અમલમા મુકવા માંગ સાથે તથા અન્ય રાજયોની જેમ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમા મુકવામા આવે તેવી માંગ સાથે આજે પ્રાંતિજ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ  દ્રારા પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે આવેલ પ્રાંન્ત કચેરી ખાતે આવી ને પ્રાંન્ત અધિકારી આયુષી બેન જૈન ને આવેદનપત્ર આપી લેખિત-મૌખિક રજુઆતો કરી હતી અને મહારાષ્ટ્ર , હરીયાણા,  બિહાર , આંધ્રપ્રદેશ , કર્ણાટક , તમીલનાડુ , કેરળ જેવા રાજયોમા ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમા છે જેને લઈ ને  સરકાર મા રજુઆત કરવા માંગ કરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!