
રાસાયણિક ખાતરનો ભાવવધારો પરત ખેચવા માંગ સાથે આવેદનપત્ર આપ્યુ
પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંધ દ્રારા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યુ
– કિસાન સંધ ના પ્રમુખ , ઉપપ્રમુખ ,મંત્રી ,સભ્યો સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા
– ખાતર મા ભાવ વધારો વિવિધ માગો સાથે આવેદનપત્ર આપ્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંધ દ્રારા રાસાયણિક ખાતરનો ભાવ વધારો પરત ખેચવા તથા વિવિધ માગો સાથે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજુઆત કરી




પ્રાંતિજ ખાતે કાર્યરત ભારતીય કિસાન સંધ દ્રારા રાસાયણિક ખાતર નો ભાવ વધારો પરત ખેંચવાની માંગ તથા સાબરડેરી દ્રારા પશુપાલકો ને ભાવફેર રકમ ચુકવવા તથા જમીન નુ મુળ શ્રેત્રફળ મા સુધારો થાય જેવી વિવિધ માગો સાથે પ્રાંતિજ તથા તાલુકા મા કાર્યરત ભારતીય કિસાન સંધ ના પ્રમુખ , ઉપપ્રમુખ , મંત્રી , સભ્યો સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આજે તાલુકા સેવાસદન ખાતે આવી અને રાસાયણિક ખાતર મા થયેલ ભાવ વધારો પરત ખેંચવા સહિત ની માંગ સાથે સુત્રોચ્ચાર કરી પ્રાંતિજ મામલતદાર કચેરી ના નાયબ મામલતદાર મુકેશભાઇ પટેલ ને આવેદનપત્ર આપી મૌખિક રજુઆત કરી હતી અને સરકાર મા રજુઆત કરવા જણાવ્યુ હતુ .
જીલ રાવલ સાબરકાંઠા
