
પ્રાંતિજ મામલતદાર એસીબી ના હાથે ઝડપાતા વકીલ આલમે મોઢુ મીઠુ કરી ફટાકડા ફોડયા
– ૫૦,૦૦૦ હજાર ની લાંચ લેતા મામલતદાર તેવોના ડ્રાઇવર સાથે ઝડપાયા હતા
– હિંમતનગર કોર્ટ ખાતે એસીબી દ્રારા મામલતદાર અને ડ્રાઇવર કોર્ટ મા હાજર કરશે
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ મામલતદાર કચેરીના મામલતદાર પોતે અને તેવોનો ડ્રાઇવર ૫૦,૦૦૦ હજાર ની લાંચ લેતા એસીબી ના સંકજામા આવી જતા પ્રાંતિજ વકીલ આલમ મા ખુશીજોવા મળી હતી અને એક બીજાને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડયા હતા






પ્રાંતિજ ખાતે ગુરૂવાર ના રોજ પ્રાંતિજ મામલતદાર જે.જી.ડાબી તથા તેવોનો ડ્રાઇવર કમલેશભાઇ પરમાર દ્રારા એક ડમ્પર માલિક પાસે એક ડમ્પર પેટે ૧૦,૦૦૦ એમ પાંચ ડમ્પર પેટે કુલ-૫૦,૦૦૦ ની લાંચ માંગી હતી જેને લઈ ને ડમ્પર માલિક દ્રારા લાંચરૂસવત કચેરી નો સંપર્ક કરતા એસીબીએ ફરીયાદી સાથે મામલતદાર ને પકડવા છટકુ ગોઠયુ હતુ જેમા ૭|૮|૨૦૨૫ ને ગુરૂવાર ના રોજ પ્રાંતિજ સેવાસદન ના પાર્કિંગ મા ઇકો કાર મા મામલતદાર નો ડ્રાઇવર કમલેશભાઇ પરમાર તથા મામલતદાર જે.જી.ડાભી રંગેહાથ લાંચ સ્વીકારતા એસીબીએ ઝડપી પાડયા હતા જેમા ટ્રેપીંગ ઓફિસર એચ.બી.ચાવડા ગાંધીનગર દ્રારા બન્ને ઝડપી પાડયા હતા અને હિંમતનગર ખાતે આવેલ કચેરી મા લઇ ગયા હતા અને શુકવાર ના ચાર વાગે હિંમતનગર કોર્ટ મા બન્ને રજુકરવાના છે જેને લઈ ને પ્રાંતિજ વકીલ આલમ મા ખુશીનો માહોલ જોવા મલ્યો હતો અને બધા વકીલો એકઠા થઈ ને તાલુકા સેવાસદન ખાતે જઇ એકબીજાને મોઢુ મીઠુ કરવીને સેવાસદન આગળ ફટાકડા ફોડી મામલતદાર ની સામે રોષ ઠાલવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા
