

પહેલગામની ઘટનાથી આખો દેશ દુખી છે અને લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પરંતુ રાજકોટમાં ભાજપ મહિલા મોર્ચાએ જે કર્યુ તેને કારણે ભારે વિવાદ ઉભો થયો છે. રાજકોટ ભાજપ યુવા મોર્ચા દ્રારા પહેલગામના દિવંગતોને ભાવાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેવો કાર્યક્રમ પુરો થયો એટલે ભાજપની મહિલા મોર્ચાની સભ્યો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીનો બર્થ ડે ઉજવવા તેમના ઘરે પહોંચી ગઇ હતી અને કેક કાપી અને હસ્તા ચહેરા સાથે ભવ્ય સેલિબ્રેશન કર્યું અને પાછું સોશિયલ મીડિયા પર બર્થ ડે સેલિબ્રેશનની તસ્વીરો, વીડિયો પણ શેર કર્યા, આને કારણે રાજકારણમાં ભડકો થયો છે. લોકોએ પુછ્યું કે આ લોકોને સંવેદનશીલ કહેવા કે સંવેદનહીન?