

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનનો મુદ્દો ફરી એકવાર ગરમાઈ ગયો છે. આ દરમિયાન આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ટ્વીટથી હોબાળો મચી ગયો છે. જેમાં તેમણે કોંગ્રેસના સાંસદને પાકિસ્તાનને લઈને ઘણા સવાલ કર્યા, જેના પર કોંગ્રેસના એક સાંસદે જવાબ આપ્યા છે. સોશિયલ મીડિયા પર છેડાયેલા આ યુદ્ધની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાલો જાણીએ કોણે શું કહ્યું?
મુખ્યમંત્રીએ એક ટ્વીટ કરતા કોંગ્રેસના સાંસદને સવાલ કર્યો કે, શું તમે સતત 15 દિવસ પાકિસ્તાન ગયા હતા? જો હાં, તો કૃપયા પોતાની યાત્રાનું ઉદ્દેશ્ય સ્પષ્ટ કરો? બીજો સવાલ પૂછ્યો કે, એ સત્ય છે કે તમારી પત્ની ભારતમાં રહેતા પણ પાકિસ્તાન સ્થિત એક NGO પાસેથી પગાર પ્રાપ્ત કરે છે? જો હાં, તો શું અમે પૂછી શકીએ છીએ કે પાકિસ્તાન સ્થિત સંસ્થા ભારતમાં આયોજિત ગતિવિધિઓ માટે પગાર કેમ ચૂકવી રહી છે? સાથે જ કહ્યું કે, તમારી પત્ની અને તમારા 2 બાળકોની નાગરિકતાની સ્થિતિ શું છે? શું તેઓ ભારતીય નાગરિક છે, કે તેમની પાસે બીજા કોઈ દેશની નાગરિકતા છે? આ ઉપરાંત, તેમણે કહ્યું કે ત્યારબાદ હજી ઘણા સવાલ પૂછવામાં આવશે.

તેના પર પલટવાર કરતા કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ લખ્યું કે, જો તમે મારા અને મારી પત્ની પર દુશ્મન દેશના એજન્ટ હોવાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહો છો, તો શું તમે રાજીનામું આપી દેશો? શું તમે પોતાના બાળકો અને પત્નીને પર સવાલ ઉઠાવશો? આ ઉપરાંત, લખ્યું કે, શું રાજ્ય પોલીસ કોયલા માફિયાઓ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરશે, જે આસામના પહાડોને તબાહ કરી રહ્યા છે અને કરોડો રૂપિયાના અઘોષિત પૈસા કમાઈ રહ્યા છે? SIT રિપોર્ટ જમા થવાનો ઇંતજાર છે.
તેના પર જવાબ આપતા મુખ્યમંત્રીએ લખ્યું કે, હું એ સ્પષ્ટ કરવા માગુ છું કે ન તો હું કે મારો દીકરો અને દીકરી ક્યારેય પાકિસ્તાન ગયા છીએ. આ ઉપરાંત, મારી પત્ની અને અમારો આખો પરિવાર ક્યારેય પાકિસ્તાન પાસેથી પગાર કે નાણાકીય સહાય લેવાનું નહીં વિચારે. મારા પરિવારના બધા સભ્યો, જેમાં મારી પત્ની, પુત્ર અને પુત્રી સામેલ છે, ભારતીય નાગરિક છે. મારા કોઈ પણ બાળકે ક્યારેય ભારતીય નાગરિકતા છોડી નથી કે ત્યજી નથી. હવે જવાબ આપવાનો વારો તમારો. આગામી દિવસોમાં, સંબંધિત કોંગ્રેસ સાંસદ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને ઉજાગર કરનારી પૂરતી સામગ્રી સાર્વજનિક ડોમેનમાં રાખવાં આવશે. 10 સપ્ટેમ્બર 2025 સુધી રાહ જુઓ.

ત્યારબાદ, ગોગોઈએ ફરીથી લખ્યું કે કોઈ પણ સવાલનો જવાબ મળ્યો નથી, હું ફરીથી કહીશ કે, જો તમે મારા અને મારી પત્ની પર દુશ્મન દેશના એજન્ટ હોવાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ જાઓ છો, તો શું તમે રાજીનામું આપી દેશો? શું તમે તમારા બાળકો અને પત્ની પર સવાલ ઉઠાવશો? શું રાજ્ય પોલીસ કોયલા માફિયાઓ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરશે, જે આસામના પહાડોને તબાહ કરી રહ્યા છે અને કરોડો રૂપિયાના અઘોષિત ધનરાશિ બનાવી રહ્યા છે? 2026 સુધી રાહ જુઓ. તમને જણાવી દઈએ કે ગયા મહિને સરમાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર પાકિસ્તાની નાગરિક અલી તૌકીર શેખની કથિત સંડોવણીની તપાસ માટે ઇન્ટરપોલ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓનો સંપર્ક કરી શકે છે. હવે સોશિયલ મીડિયા પર છેડાયેલું આ યુદ્ધ શું વળાંક લે છે તે જોવાનું રસપ્રદ રહેશે.