

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં રહીએ છીએ તો ભારતના કાયદા આપણે પાડવા પડશે. ઇસ્લામ ક્યારેય દેશ સામે બળવો કરવાની મંજૂરી આપતું નથી.
તેમણે કહ્યું કે, એક સાચા મુસલમાને દિવસમાં 5 વખત નમાઝ અદા કરવી જોઇએ અને બાળકોને પણ મસ્જિદમાં લઇ જવા જોઇએ.ખાસ કરીને દીકરીઓ અને ઘરની મહિલાઓને ઇસ્લામનું શિક્ષણ આપવું જોઇએ.
જે લોકો પોતાના માતા-પિતાની આજ્ઞા માનતી નથી તેમને ખુદા ક્યારેય માફ કરતા નથી. જો મુસલમાનો જકાત આપનારા બનશે તો દુનિયામાંથી ગરીબી દુર થશે.
તબલીગી જમાત સાથે જોડાયેલા મુસલમાનો સુન્ની મુસલમાન હોય છે અને તેઓ દેવબંદી વિચારધારાથી પ્રભાવિત હોય છે.